એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સ્ટીકી ટ્રેપ અને ફેરોમોન ટ્રેપ નો ઉપયોગ !
ખેતરમાં થોડા અંતરે પીળી સ્ટીકી ટ્રેપમાં ચીકણાં પદાર્થ લગાડેલ હોવાથી કપાસ, ટામેટા, દિવેલા કે અન્ય પાક માં પર ઊડતી સફેદ માખી તેના તરફ આકર્ષાય છે અને તેમાં ચોંટી જાય છે. જેથી તેનું આંશિક નિયંત્રણ સાથે મોજણી મેળવી શકાય છે. ફેરોમોન ટ્રેપ: ખેતરમાં ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી લીલી ઇયળ, કાબરી ઇયળ, લશ્કરી ઇયળ વગેરનાં નર ફુદાં આકર્ષાઇને ટ્રેપમાં પકડાઇ જાય છે. જેથી પાકમાં જીવતાની હાજરી નો ખ્યાલ આવતાં તેનું નિયંત્રણ સમયસર કરી શકાય છે. સાથે સાથે ટ્રેપમાં પકડાઇ જવાના કારણે નર ફુદાની સંખ્યા ઘટતી જતી હોઇ ખેતરમાં નર ફુદાની ગેરહાજરીમાં માદા જુદા દ્વારા મૂકાતા ઇંડાં સેવાતા નથી તેથી આવા ઇડામાંથી ઇયળ નીકળતી નથી આ રીતે જીવાતનું નિયંત્રણ થાય છે એક એકરમાં બે ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરવો. અમુક દિવસે.લ્યુર બદલવી જાઇએ આવી તૈયાર ટ્રેપ અને લ્યુર કૃષિ યુનિવર્સિટી માં મળે છે.
38
0
અન્ય લેખો