AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સૌરાષ્ટ્રમાં આસો માસમાં અષાઢી માહોલ : કરા સાથે તોફાની વરસાદ
કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
સૌરાષ્ટ્રમાં આસો માસમાં અષાઢી માહોલ : કરા સાથે તોફાની વરસાદ
સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વાતાવરણે પલ્ટો લીધો છે. ગઈકાલે ખંભાળિયા, ભાણવડ પંથકમાં વરસાદ પડયા બાદ આજે સોમનાથ, તાલાલા પંથકમાં જોરદાર પવન સાથે કરાનો વરસાદ પડયો હતો. અમરેલી જિલ્લાના લીલીયા, બગસરા, ધારીમાં વરસાદ પડયો હતો.વરસાદના કારણે વિવિધ પાકને નુકસાન પહોંચ્યું છે. પ્રભાસપાટણ સોમનાથ પછીના વિસ્તારમાં બપોરના ત્રણ કલાકે ગાજવીજ સાથે કરા સાથે વરસાદ પડયો હતો. વરસાદથી ખેતરોમાં મગફળીના પાલરા પલળી ગયા છે. શેરડીના વાડ, બાજરો, જવાર સહિતના પાકો સંપૂર્ણ ઢળી ગયા છે.
તાલાલાના ધાવા, માધુપુર, સુરવા, જશાધાર, આંબળાશ, માલજીંજવા, ઉમરેઠી, સેમરવાવ, ગાભા ગીર સહિતના ગામોમાં પોણો ઈંચ વરસાદ સાથે કરા પડયા હતા. ખેતરમાં મગફળીનો પાક તૈયાર કરતા ખેડૂતો વરસાદ જોઈ ભયભીત થઈને ભાગવા લાગ્યા હતા. ઉમરેઠીના પાટીયાથી સેમરવાવના પાટીયા સુધીમાં ભારે પવનના કારણે વૃક્ષો અને થાંભલા પડી ગયા હતા. થોડા સમય માટે માર્ગ બંધ થઈ ગયો હતો. રસુલપરા, હડમતીયા, મંડોરણા સહિતના ગામોમાં પણ ઓછા વતા પ્રમાણમાં વરસાદ પડયો હતો. આ સિવાયના ગામોમાં અમી છાંટણા થયા હતા. અમરેલીના ઈશ્વરીયા ગામે જોરદાર પવન સાથે હળવું ઝાપટું પડયું હતું. ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ જોરદાર પવન સાથે ઝાપટા પડયાં હતા. લીલીયા તાલુકાના એકલેરા ગામે પણ પવન સાથે વરસાદ પડયો હોવાના વાવડ મળી રહ્યાં છે. બગસરામાં પોણો ઈંચ વરસાદ પડયો હતો. રસ્તાઓ પાણી ભરાયા હતા. વરસાદ અને પવનના કારણે કપાસમાં ફાલ ખરી જવાના કારણે નુકસાન થયાનું પણ ખેડૂતો દ્વારા જાણવા મળ્યું હતું.ધારી, સરસીયા, અમૃતપુર, ખીચામાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. યાર્ડની બહારના ભાગે વેપારીઓએ ખરીદેલ મગફળી પણ પડી હતી. મગફળી યાર્ડના મેદાનમાં ખરીદાઈ રહી હતી ત્યારે એકાએક કરા સાથે વરસાદ પડતા મગફળી, સોયાબીન સહિતના પાકોને નુકસાન થયું છે. અંદાજે વીસ લાખનું નુકસાન થયું છે. સંદર્ભ - સંદેશ ન્યૂઝ પેપર, તા.૨૭ ઓક્ટોમ્બર ૨૦૧૮
2
0