AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સૌથી સસ્તી 7 સીટર CNG કાર, કિંમત જાણીને ચોંકી જશો !
સમાચારVTV ન્યૂઝ
સૌથી સસ્તી 7 સીટર CNG કાર, કિંમત જાણીને ચોંકી જશો !
ઓછા બજેટમાં વધુ માઇલેજ અને વધુ જગ્યા વાળી કાર 👉 ભારતમાં દરેક ગ્રાહક એવું ઈચ્છે છે કે તેમને વધુ માઇલેજ અને વધુ જગ્યા હોય તેવી કાર જોઈએ છે. ભારતમાં વધતાં જઈ રહ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવને કારણે લોકો હવે CNG અને ઇલેક્ટ્રિક કાર લેવાનું વધુ પસંદ કરે છે. જો તમે પણ ઓછા બજેટમાં વધુ માઇલેજ અને વધુ જગ્યા વાળી કાર શોધી રહ્યા છો તો આ કાર તમારા માટે છે. લક્ઝુરિયસ કાર જેવા ફીચર્સ છે આ કારમાં 👉 CNG કારની વધતી માંગને કારણે ભારતમાં એવી પણ કાર ઉપલબ્ધ છે જેમાં પહેલેથી જ CNG કીટ ફિટ હોય. એવી જ એક કાર મારુતિ સુઝુકી વાળાની પણ માર્કેટમાં આવી ગઈ છે. જે વધુ માઇલેજની સાથે સાથે તમને વધુ જગ્યા પણ આપવામાં આવે છે. મારુતિ સુઝુકીની આ કાર છે અર્ટીગા. જે મારુતિ સુઝુકીના CNG પોર્ટફોલિયોમાં સામેલ છે. આ એક લક્ઝુરિયસ કાર જેવી જ કાર છે. જે CNG કીટ સાથે જ આવે છે. આ CNG કારમાં કંપની 1.5 લિટરની ક્ષમતાનું પેટ્રોલ એન્જિન આપે છે જે 122NMનું ટોર્ક અને 92 PSનો પાવર જનરેટ કરે છે. અર્ટીગાના માત્ર VXI મોડેલમાં જ આ કીટ આપવામાં આવે છે. 26.8 કિલોમીટરની માઇલેજ 👉 જે કારના ફીચર્સની વાત કરીએ તો આ કારમાં વેન્ટિલેટેડ ફ્રન્ટ કપ હોલ્ડર, ઓટો ક્લાઇમેન્ટ કંટ્રોલ, ABS, પાછળની સીટો માટે AC વેન્ટ્સ, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ, EBD, 7 ઇંચની ઇનફોટેઈન સિસ્ટમ, LED લેમ્પ, ફોગ લેમ્પ અને પ્રોજેક્ટર હેડલેમ્પ જેવા ફીચર્સ સામેલ છે. સાથે આ કારમાં તમને 60 લિટરની CNGની ટાંકી આપવામાં આવે છે. આ કારની કિંમત 9.36 લાખ રૂપિયા છે અને તેના પેટ્રોલ વેરીએન્ટની કિમંત 7.81 લાખ રૂપિયા છે. કંપનીના કહ્યા અનુસાર CNG માં આ કાર 26.8 કિલોમીટરની માઇલેજ આપે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
29
6
અન્ય લેખો