યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
સોલાર ફેન્સીંગ લગાવો વન્ય પ્રાણીઓ થી પાક ને બચાવો !!
📢રાજ્ય સરકાર દ્વારા વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ખેતપાકોના રક્ષણ માટે સોલાર ફેન્સીંગ બનાવવા સોલાર પાવર યુનિટ/ કીટની ખરીદી કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. જે માટે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર તા.૧૦ સપ્ટેમ્બર ૨૦૨૨થી એક માસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
👉ખેડૂત અરજદાર ઓનલાઈન અરજી કરી શકશે :-
સોલાર પાવર યુનિટ/કીટમાં ગુણવત્તા યુક્ત ENERGIZER, સોલાર પેનલ, બેટરી, અરથિન્ગ સીસ્ટમ, એલાર્મ , MODULE STAND ની ખરીદી માટે ખેડૂતને કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧૫,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. ખેડૂત અરજદાર ઓનલાઈન અરજી કરી શકશે. વધુમાં ઉમેર્યું કે, વન્ય અથવા રખડતાં પ્રાણીઓથી થતાં પાકના નુકસાનને અટકાવવા માટે લોખંડની કાંટાળી તારની વાડની યોજના રાજ્યભરમાં અમલી છે. આ યોજનામાં ક્લસ્ટરના ધોરણે ખેડૂતોને લાભ મળે છે, પરંતુ તેના સ્થાને રાજયના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જે ખેડૂતોએ કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધો નથી તેમને આ સહાય આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
👉નવી યોજના માટે કુલ રૂ.૨૦૦૦ લાખની કરાઇ જોગવાઈ :-
ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે કૃષિમાં અનેકવિધ નવા સુધારા અમલી બનાવ્યા છે. જેના ભાગરુપે રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી સંદર્ભેની નવી યોજના માટે કુલ રૂ.૨૦૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. ચાલુ વર્ષે કુલ ૧૩,૦૭૦ ખેડૂત ખાતેદારને પ્રાણીઓથી પાકના રક્ષણ માટેસહાયરૂપ થવા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.ખેડૂતો ખેતર પર રહી પાકની રખેવાળી કરવાને બદલે ખેતર ફરતે સોલાર ફેન્સીંગ થકી ઊભા પાકના રક્ષણ કરી શકે તેવા ઉદ્દેશ સાથે શરૂ કરાયેલી આ યોજનાનો વધુને વધુ ખેડૂતોને લાભ લેવા કૃષિમંત્રીએ અનુરોધ કર્યો છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો."