સોયાબીન વાવેતર પહેલા બીજ માવજત અવશ્ય કરો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયાબીન વાવેતર પહેલા બીજ માવજત અવશ્ય કરો !
સોયાબીનને વાવતા પહેલા થાયોમેથોક્ષામ ૩૦ એફએસ ૨ મિલિ પ્રતિ એક કિ.ગ્રા. બી પ્રમાણે માવજત આપવી. આમ જો આપ ૫૦ કિ.ગ્રા. બીની વાવણી કરવાના હો તો તમારે ૧૦૦ મિલિ ઉપરોક્ત દવાની જરુરિયાત પડશે. આ બીને સવારે માવજત આપ્યા પછી તે જ દિવસે વાવણી કરી દેવી. આ માવજતથી શરુઆતની અવસ્થાએ નુકસાન કરતી થડની માખી સામે રક્ષણ મળે છે અને સાથે સાથે ચૂંસિયા જીવાત જેવી કે મોલો, થ્રીપ્સ અને સફેદમાખીનો ઉપદ્રવ રોકી શકાય છે. જો આપના વિસ્તારમાં પાકના ઉગાવાની સાથે થડ કે મૂળનો કહોવારાનો પ્રશ્ન આવતો હોય તો આપ કાર્બેન્ડાઝીમ ૨૫% + મેન્કોઝેબ ૫૦% ડબલ્યુએસ ૩ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બી પ્રમાણે માવજત પણ આપશો. પ્રથમ ફૂગનાશક અને ત્યાર બાદ ઉપર જણાવેલ જંતુનાશક દવાની માવજત આપવી. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
19
9
અન્ય લેખો