ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
સોયાબીન નું મળશે બમ્પર ઉત્પાદન
🌱હાલમા સોયાબીનનો પાક ગુજરાતના ખેડૂત સફળતાપૂર્વક લઈ રહયા છે. જેમાં ચોમાસુ વાવેતર ૧૫ જુન થી ૧૫ જુલાઈ સુધીમાં કરવું વધુ યોગ્ય છે.ચોમાસું વાવેતર માટે 30 થી 32 કિલો પ્રતિ એકર પ્રમાણે બિયારણનો દર તથા વાવેતર અંતર ૩૦*૧૦.સે.મી. રાખીને વાવેતર કરી શકો છો.
🌱 જેમાં સોયાબીનની એગ્રોસ્ટાર JS 335, એગ્રોસ્ટાર JS-9305, એગ્રોસ્ટાર KDS 726, ગુજરાત સોયાબીન 1,જેવી જાતનુ વાવેતર કરવુ લાભદાયી છે.જેમાં ખાસ કરીને એગ્રોસ્ટાર JS 335 જાત ઠીંગણી પ્રકારની જાત ઉંચાઈમા ૨.૫-૩.૫ ફૂટ જેટલી રહે છે તથા ૧૦૦-૧૦૫ દિવસ જેટલા વહેલા સમયગાળામા પાકતી જાત છે,તદઉપરાંત પીળા અને મધ્યમ કદના ચમકદાર દાણા થશે. જેની એક શીંગમાં ૮-૧૦ દાણા રહે તથા 22 % જેટલુ તેલનુ પ્રમાણ હોય છે, આ જાત ગુજરાતમાં ઓછા અનિયમિત વરસાદવાળા વિસ્તારો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તાર માટે ભલામણ કરવામાં આવે છે.
🌱 એગ્રોસ્ટાર JS-9305 જાતમા ખાસ વિશેષતા જૈવિક અને અજૈવિક તાણ સામે પણ ટકી રહીને વધુ ઉત્પાદન
આપે છે. તથા મૂળનો સુકારો અને દાણા ખરવાનો પ્રશ્ન બિલકુલ નહીવત છે, તદઉપરાંત એક સિંગમાં ૭-૯
દાણા રહે છે. તથા સારી માવજત મળતા ૩૫-૪૦ મણ/એકર સુધીનુ ઉત્પાદન આપતી જાત છે.
🌱એગ્રોસ્ટાર KDS 726, આ જાતમા એક સિંગમા 7 થી 10 દાણા આવશે તથા ગેરુ અને પાનના ટપકાના રોગ
સામે મધ્યમ પ્રતિકારક તથા એક સાથે પાકતી હોવાથી તથા દાણા ખરવાનો પ્રશ્ન બીલકુલ નહીવત હોવાથી
ખેડૂતોમા વધુ પ્રચલિત છે.
👉સંદર્ભ : Agrostar
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.