AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સોયાબીનમાં પાન ખાનાર ઇયળોનું નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયાબીનમાં પાન ખાનાર ઇયળોનું નિયંત્રણ
સોયાબીનનો પાક મધ્ય પ્રદેશમાં મોટા પાયે લેવામાં આવે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ આ પાકનું વાવેતર છેલ્લા દશકામાં વધવા પામેલ છે. સોયાબીનમાં પાન ખાનારી ઈયળ, લશ્કરી ઈયળ, સ્પોડોપ્ટેરા અને કાતરા જેવી જીવતો નુકસાન કરતા હોય છે. ઇંડાંમાંથી નીકળતી નાની ઈયળો પાનની નીચેની સપાટીએ રહીને પાનનો લીલો ભાગ કોતરી ખાય છે જેથી પાન અર્ધપારદર્શક બની જાય છે. જ્યારે મોટી ઈયળો પાન કાપી ખાઈ પાનમાં મોટા અનિયમિત આકારના કાણાં પાડે છે. વધારે ઉપદ્રવમાં છોડ ઝાંખરા જેવા થઈ જાય છે. સંકલિત વ્યવસ્થાપન: ખેતરની ફરતે થોડા થોડા અંતરે દિવેલાના છોડ વાવવા જેથી ફૂદાં દિવેલાના પાન ઉપર પાન ખાનાર ઇયળના ફૂદા ઈંડાં મુકશે. આવા ઈંડાંના સમૂહવાળા પાન તોડી ઈંડાં સહિત પાનનો નાશ કરવો. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે ૧૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો
લશ્કરી ઈયળનું ન્યુક્લિઅર પોલીહેડ્રોસીસ વાયરસ ૨૫૦ એલઈ ૫૦૦ લિટર પાણીમાં ભેળવીને એક હેક્ટર વિસ્તારમાં સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તેમ છંટકાવ કરવો. બજારમાં ઉપલબ્ધ બેસીલસ થુરેન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૫ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. ભારે ઉપદ્રવના સમયે પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ડાયક્લોરવોશ ૭૬ ઇસી ૭ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પાણીના અછતવાળા વિસ્તારમાં ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી હેક્ટર દીઠ ૨૫ કિ.ગ્રા. પ્રમાણે સવારના ઝાકળવાળા વાતાવરણમાં ડસ્ટરની મદદથી છંટકાવ કરવો. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
307
0