AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સોયાબીનની વાવણી પછી આવતી કેટલીક પાન ખાનાર ઇયળોનું નિયંત્રણ
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયાબીનની વાવણી પછી આવતી કેટલીક પાન ખાનાર ઇયળોનું નિયંત્રણ
🔹 પાન ખાનારી ઈયળ, લશ્કરી ઈયળ, ઘોડિયા ઇયળ અને કાતરાના ઇંડામાંથી નીકળતી નાની ઈયળો પાનની નીચેની સપાટીએ રહીને લીલો ભાગ કોતરી ખાય છે 🔹 પાન અર્ધપારદર્શક બની જાય છે. 🔹 મોટી ઈયળો પાન કાપી ખાઈ પાનમાં મોટા અનિયમિત આકારના કાણાં પાડે છે અને છોડ ઝાંખરા જેવો થઇ જાય છે. 🔹 ખેતરની ફરતે થોડા-થોડા અંતરે દિવેલાના છોડ વાવવા જેથી પાન ખાનાર ઇયળના ફૂદાં દિવેલાના પાન ઉપર ઈંડા મુકશે. આવા ઈંડાંના સમૂહવાળા પાન તોડી ઈંડા સહિત પાનનો નાશ કરવો. 🔹 પાન ખાનાર ઇયળનું એનપીવી (ન્યુક્લિઅર પોલીહેડ્રોસીસ વાયરસ) ૨૫૦ એલઈ ૫૦૦ લિટર પાણીમાં ભેળવીને એક હેક્ટરે સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તેમ છંટકાવ કરવો. 🔹 બાયોપેસ્ટીસાઇડ જેવી કે બેસીલસ થુરેન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૫ ગ્રામ અથવા બ્યુવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. 🔹 લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૧૦ મિલિ (૧ ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫ ઇસી) પ્રતિ ૧૦ લિટર પાણીમા ભેળવી છંટકાવ કરવો. 🔹 જાતે વિષ પ્રલોભિકા બનાવો. આ માટે ચોખા/ ઘઉંનું ભુસું ૧૨.૫ કિ.ગ્રા. + સાદો ગોળ ૫૦૦ ગ્રામ + ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી દવા ૫૦૦ મિલિ જરુરીમા પાણી રેડી બનાવેલ મિશ્રણ સાંજના સમયે ખેતરમાં જમીન ઉપર આપો. 🔹 ભારે ઉપદ્રવના સમયે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા થાયોમેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રીન ૯.૫૦% ઝેડસી ૩ મિલિ અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇસી ૭ મિલિ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિલિ અથવા ફ્લુબેન્ડામાઇડ ૨૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રિન ૪.૯૦ સીએસ ૭ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 🔹 દરેક છંટકાવ વખતે દવા અવશ્ય બદલવી. 👉 મગફળી પીળી થતી હોય તો જુઓ આ વિડીયો 👉 https://youtu.be/M47RjLVrOnc 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
19
7
અન્ય લેખો