AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સોયાબીનની આયાત વધીને 3 લાખ ટન થવાનો અંદાજ
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
સોયાબીનની આયાત વધીને 3 લાખ ટન થવાનો અંદાજ
નવી દિલ્હી: સોયાબીન ઉત્પાદક રાજ્યોમાં કમોસમી વરસાદ અને પૂરને કારણે સોયાબીનના પાકને નુકસાન થયું છે, જે ચાલુ પાકની સીઝનમાં આયાત વધારીને 3 લાખ ટન થવાની ધારણા છે, જે અગાઉના પાકની સીઝનમાં 1.80 લાખ ટન આયાત કરાઈ હતી. સોયાબીન પ્રોસેસર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (સોપા) ના અનુસાર, વર્તમાન પાકની સીઝન 2019-20માં સોયાબીનનું ઉત્પાદન ઘટીને 89.84 લાખ ટન થવાનો અંદાજ છે, જ્યારે ગયા વર્ષે 109.33 લાખ ટન ઉત્પાદન થયું હતું. નવા પાકના આગમન સમયે ઉત્પાદક રાજ્યોમાં 1.70 લાખ ટન સોયાબીનનો બાકી સ્ટોક બચ્યો હતો, તેથી ચાલુ સીઝનમાં કુલ ઉપલબ્ધતા 91.54
લાખ ટન રહેશે. સોપાના ઉપપ્રમુખ નરેશ ગોયનકા એ જણાવ્યું હતું કે ચાલુ સીઝનમાં સોયાબીનની કુલ ઉપલબ્ધતા ઓછી છે, જેના કારણે ગયા વર્ષની સરખામણીએ આયાત વધુ રહેશે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની મંડીઓમાં સોયાબીનના ભાવ 4,000 થી 4,050 રૂપિયા ચાલી રહ્યા છે અને પ્લાન્ટ ડિલિવરીનો ભાવ 4,150 થી 4,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યા છે. સંદર્ભ- આઉટલુક એગ્રીકલ્ચર, 9 ડિસેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
142
0