AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સોયાબીનના પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન
જૈવિક ખેતીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયાબીનના પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન
સોયાબીનના પાકમાં વિવિધ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ આવે છે. તેઓ મુખ્યત્વે સોયાબીનના પાકમાં જોવા મળે છે, જેમ કે પાનવાળનાર ઈયળ,પાન ખાનાર ઈયળ, લશ્કરી ઈયળ, સ્પોડોપ્ટેરા ઈયળ વગેરે. સંકલિત જીવાત વ્યવસ્થાપન પ્રણાલીનો ઉપયોગ કરીને તેમને ઓછા ખર્ચે નિયંત્રિત કરી શકાય છે. ઉનાળામાં ખેતરની ઉંડી ખેડ કરવાથી જમીનમાં રહેલા ફુદા અને કોષોની સુષુપ્ત સ્થિતિનો નાશ થાય છે. તે ફૂગનો નાશ પણ કરે છે અને બીજાણુઓ પણ નાશ પામે છે. સોયાબીનનું વાવેતર કરતી વખતે મુખ્ય પાકની સાથે લગભગ 100-200 ગ્રામ જુવારનું વાવેતર પણ કરવું જુવારનો પાક પક્ષીઓને આકર્ષિત કરે છે અને આમ મુખ્ય પાકમાં પક્ષીઓથી થતા નુકસાનથી બચાવે છે. એરંડાના પાકને ખેતરની આજુબાજુ વાવેતર કરવું જોઇએ. આ સોયાબીનના પાકમાં આવનારી (સ્પોડોપ્ટેરા) ઈયળને નિયંત્રણ રાખવામાં મદદ કરશે. સોયાબીનનો પાક ઉગ્યા પછી, ફેરોમોન ટ્રેપને 10 થી 20 દિવસ પછી @4 ટ્રેપ પ્રતિ એકર લગાવવા જોઈએ. જેવા પુખ્ત ફુદા ટ્રેપમાં ફસાઈ જાય છે પછી સોયાબીનના પાકમાં 5% લીમડાનો અર્કનો છટકાવ કરવો. જો જરૂરી હોય તો, 3 દિવસના અંતરે ફરીથી છટકાવ કરો. સોયાબીનના વાવેતરના 20-25 દિવસની અંદર, 25-30 મીટરની ઉચાઇએ ખેતરમાં "ટી" આકારના ચાડિયો મુકવો જોઈએ.જે પક્ષીઓને કુદરતી રીતે જીવાતોને બેસવાનું બંધ કરવા માટે અને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. . સંદર્ભ - શ્રી તુષાર ઉગલે, જીવાત નિષ્ણાત
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
325
2