કૃષિ વાર્તાકૃષિ જાગરણ
સેટેલાઇટ થી થશે નુકશાન થયેલ પાકનો અંદાજ, ખેડૂતોને થશે ફાયદો
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરીએ, ખેડુતોને રાહત આપતા જણાવ્યું હતું કે જે ખેડુતોના પાક હવામાન કે આપત્તિઓને લીધે બરબાદ થયા છે, તેમની આકારણી સેટેલાઇટ દ્વારા કરવામાં આવશે. આનાથી ખેડુતોને પાક વીમા યોજનાનો લાભ મળી શકશે, સાથે જ પાક વળતરમાં પારદર્શિતા પણ આવશે.
જો આ તકનીકથી ખેડુતો ના પાકના નુકસાનનો અંદાજ આવશે, તો એમાં ખેડુતોને ફરિયાદ કરવાની તક મળશે નહીં. જો અધિકારી આકારણીમાં ગડબડ કરે અથવા તો તે ખેતરોનો સમાવેશ કરતા નથી, તો તેનો રિપોર્ટ પણ જલ્દી થી જલ્દી સરકાર સુધી પહોંચી જશે. આ તકનીકી દ્વારા ખેડૂતોને સમયસર વળતર મળી શકશે. આ તકનીક પર પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે તેની શરૂઆત દેશના 10 રાજ્યોના લગભગ 96 જિલ્લાઓમાં થઈ ગઈ છે. સંદર્ભ - કૃષિ જાગરણ, 19 માર્ચ 2020 આ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
40
0
અન્ય લેખો