સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સૂર્યમુખીમાં આવતા ચૂસિયાનું નિયંત્રણ !
👉 આ પાકમાં ખાસ કરીને મોલો, સફેદ માખી, તડતડિયા જેવા ચૂંસિયા પાકની શરુઆતથી જ નુકસાન કરતા હોય છે.
👉 આ પાકની વાવણી પહેલા જો થાયોમેથોક્ષામ 30 એફએસ 3 થી 4 ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ પ્રમાણે માવજત કરી હોય તો પાકને શરુઆતની અવસ્થાએ રક્ષણ પુરુ પાડી શકાય છે. પાકમાં આવા ચૂંસિયાં જણાતા હોય તો ઇમિડાક્લોપ્રિડ 17.8 એસએલ દવા 7 મિલિ પ્રતિ 15 લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
👉 પાકમાં મધમાખીની આવન-જાવન વધારે રહેતી હોવાથી છંટકાવનું આયોજન તે પ્રમાણે કરવું અથવા તો રાસાયણિક દવાઓની જગ્યાએ બાયોપેસ્ટીસાઇડનો ઉપયોગ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.