પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
🐃 સુરતી ભેંસ ના શારીરિક અને આર્થિક લક્ષણો !
આ ભેંસ ને નડિયાદી, ચરોતરી અને ગુજરાતી તરીકે પણ ઓળખવામાં આવે છે.
શારીરિક લક્ષણો :
• આ ઓલાદ મધ્યમ કદ ની અને પાસાદાર બાધા ની હોય છે.
• રંગે ભૂરા થી લઇ ને કાળો કલર ધરાવે.
• માથું ગોળ અને નાનું.
• શીંગડા ટૂંકા અને ચપટા અને દાતરડા જેવા હોય,
• કાન મધ્યમ કદના
• બાવલું ચોરસ, મધ્યમ કદ નું અને આંચળ સમયાંતરે ગોઠવાયેલા હોય
• પુખ્ત માદા ૪૦૦ થી ૫૦૦ અને નર ૪૫૦ થી ૫૦૦ કિલો વજન ધરાવે છે.
આર્થિક લક્ષણો :
વેતરનું દૂધ ઉત્પાદન 1500 થી 1700 કિ.ગ્રા.
પ્રથમ વિયાણ ઉમર 42 થી 48 માસ
દુધાળ દિવસો 300 થી 310 દિવસ
ફેટ ની ટકાવારી 7%
• થીજવેલ બીજ મેળવવાનું સ્થળ : ફ્રોઝન સીમેન બેંક: હરિપુરા જી. સુરત
• કુદરતી સંવર્ધન માટે સાંઢ મેળવવાનું સ્થળ : પશુ ઉછેર કેન્દ્ર, ધનરોલ, જી: સુરત.
ખેતી અને પશુપાલન ની માહિતી મેળવવા માટે એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરો અને નવીન માહિતી પહેલા મેળવો. ફોલો કરવા માટે 👉ક્લીક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ.
આપેલ માહિતી ને લાઈક કરી દરેક મિત્રો ને શેર કરો.