AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સુંઘીને, દબાવીને ઓળખો સારી કેરીને ! જાણો છાલ અને કદનું ખાસ મહત્વ !
કૃષિ વાર્તાઝી ન્યુઝ
સુંઘીને, દબાવીને ઓળખો સારી કેરીને ! જાણો છાલ અને કદનું ખાસ મહત્વ !
ઉનાળાની ઋતુ શરુ થતા જ બજારમાં જાત જાતના રસવાળા ફળ આવવાના શરુ થઇ જાય છે. આ ઋતુમાં ફળોની રાજા કેરી પણ આવે છે. ઉનાળાથી લઈને ચોમાસા સુધી બજારમાં કેરીની ઘણી વેરાયટી મળે છે.પરંતુ તેમા સૌથી ઉત્તમ કેરી કેવી રીતે પસંદ કરશો. આમ તો લોકો માર્ચ મહિનો શરૂ થાય એટલે કેસર કેરીની રાહ જોવાનું ચાલુ કરી દેતા હોય છે.અને એપ્રિલ મહિનામાં તો તમે રસ ખવા લાગો છે.પરંતુ સિઝનની શરાતમાં કેરી ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણી વખત જે કેરી બહારથી ફ્રેશ અને સારી દેખાતી હોય તે અંદરથી ખરાબ અને સ્વાદ વગરની પણ નીકળી શકે છે.તેનું મોટું કારણ એ હોય છે કે દુકાનદાર પહેલા બજારમાં ગયા વર્ષની કેરી જેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી હોય તેનું વેચાણ કરતા હોય છે. તેથી જૂની કેરીમાં ન તો સ્વાદ હોય છે અને ન તો તે આરોગ્યની દ્રષ્ટિએ યોગ્ય હોય છે.તેથી બજારમાં જયારે પણ તમે કેરી ખરીદવા જાવ તો પાકી, મીઠી અને સારી જ કેરી ખરીદો લીલા રંગની કાચી અને પીળા રંગની પાકી કેરી નથી હોતી બજારમાં ઘણી કેરીની અઢળક વેરાયટી જોવા મળતી હોય છે. અલગ અલગ રાજ્યોમાંથી આવતી કેરીનો આકાર, પ્રકાર, રંગ અને સ્વાદ અલગ અલગ હોય છે.જો તમને એવો ભ્રમ છે કે લીલા રંગની કેરી કાચી અને પીળા રંગની કેરી પાકી હોય છે, તો તમે ખોટા છો. ખરેખર બજારમાં પીળી, લાલ અને લીલી ત્રણ પ્રકારની કેરી મળતી હોય છે.કેરીની વેરાયટી ઉપર આધાર રાખે છે કે તેનો સ્વાદ અને રંગ કેવો હોય છે. કેરીના રંગ કરતા છાલ મહત્વની હોય છે કેરીમાં સૌથી સારી અને મીઠી દશહરી જાતની કેરીને માનવામાં આવે છે.આ કેરી બહારથી લીલી અને અંદરથી નારંગી રંગની હોય છે.એટલા માટે જયારે પણ તમે કેરી ખરીદો તો કેરીના રંગથી વધુ તેની છાલ ઉપર ધ્યાન આપો. જો તે કુદરતી રીતે પાકેલી હશે તો તેની છાલ ઉપર એક પણ ડાઘ નહિ હોય. અને જો તેને કેમિકલ દ્વારા પકાવવામાં આવી હશે તો તમને તેમાં કાળા ડાઘ જોવા મળશે. સુંઘીને ઓર્ગેનિક કેરીની ઓળખ કરો કેરી ખરીદતા પહેલા તેને સુંઘીને અને દબાવીને પણ ચેક કરવી જોઈએ. કેરીની સ્ટેમને સુંઘો.જો સુંઘવાથી કેરીની સુંગંધ આવે તો સમજો લો કે તમે કુદરતી રીતે પાકેલી કેરી ખરીદી રહ્યા છો.અને જો તમને કેરીમાં આલ્કો હોલ કે કેમિકલની સુગંધ આવે તો એવી કેરી ભૂલથી પણ ન ખરીદો. આવી કેરી ખાવાથી બીમાર પડી શકાય છે. સાથે જ આવી કેરી સ્વાદ વગરની ફિક્કી હોય છે. દબાવીને સ્વાદિષ્ટ કેરીની કરો પસંદ દબાવીને ચેક કરવાથી કેરીની ઓળખ થઈ શકશે.ઘણી વખત ઉપરથી પાકેલી દેખાતી કેરી અંદરથી કાચી નીકળતી હોય છે.આવી કેરી દબાવીને ચેક કરશો તો થોડી કડક હશે.આવી કેરી ક્યારે ન ખરીદવી જે કાચી નીકળે.સાથે વધુ પોચી લાગતી કેરી પણ ન ખરીદવી જોઈએ કેમ કે આવી કેરી અંદરથી બદડેલી નીકળી શકે છે. કેરી મીઠી હશે કે નહિ તે કેવી રીતે ઓળખવું કેરી મીઠી હશે કે નહિ તે વાત તમે તેની સુગંધથી જાણી શકો છો. કેરીમાં વધુ સુગંધ આવી રહી છે તો સમજી જાવ કે કેરી અંદરથી મીઠી હશે. જો કેરીમાંથી કોઈ સુગંધ નથી આવી રહી તો તે કેરી ન ખરીદો કેમ કે તે અંદરથી ફીકી નીકળી શકે છે. ન ખરીદો આવી કેરી અગાઉ જણાવેલા તમામ પદ્ધતિથી ચેક કર્યા બાદ કેરી યોગ્ય લાગતી હોય પરંતુ તેમા કાણાં કે ફાટેલી હોય તો તેને ખરીદવાથી બચવું.આવી કેરીમાં જીવાત હોય શકે છે.આવા પ્રકારની કેરી તમને વરસાદની સીઝનમાં વધુ જોવા મળશે અને સૌથી વધુ જીવાત વાળી કેરી દશહરી હોય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ઝી ન્યુઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
3
અન્ય લેખો