AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સીધા ખેડૂતો પાસેથી ફળ- શાકભાજી ખરીદશે આ કંપની
કૃષિ વાર્તાદ ઇકોનોમિક ટાઈમ્સ
સીધા ખેડૂતો પાસેથી ફળ- શાકભાજી ખરીદશે આ કંપની
પુણે: ઇ- કોમર્સ કંપની એમેઝોન ભારતના ખેડૂતો પાસેથી સીધા ફળો - શાકભાજી અને અનાજ ખરીદશે. કંપની મહારાષ્ટ્રના પુનામાં આ પ્રોજેક્ટ ચલાવી રહી છે. આ કંપની પહેલીવાર ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરી રહી છે. આની સાથે જોડાયેલા બે સૂત્રો કહે છે કે કંપની ખાવાની-પીવાની પોતાના છૂટક ધંધા સાથે સંકળાયેલી કંપની એમેઝોન રિટેલ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ ક્ષેત્રના સેંકડો ખેડૂતો સાથે કામ કરી રહી છે. કંપની આ ઉત્પાદનોને એમેઝોન ફ્રેશ અને એમેઝોન પેન્ટ્રી
પર વેચશે. જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થાય, તો કંપની આ વ્યવસાયને દેશના અન્ય વિસ્તારોમાં ખૂબ જ ઝડપથી વિસ્તૃત કરશે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે અમે ખેડુતો અને સરકારી સંસ્થાઓ સાથે ટેકનોલોજીમાં રોકાણ કરીને ટકી શકાય તેવા ફાર્મ-ટુ-ફોર્ક (ખેતર થી થાળી સુધી) મોડેલ બનાવી રહ્યા છીએ. સંદર્ભ - ઇકોનોમિક ટાઇમ્સ, 18 ડિસેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
299
0