સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સીંગલ સુપર ફોસ્ફેટ વાપરવાની રીત અને તેના ફાયદાઓ !
કોઈપણ પ્રકારના ખાતર સાથે મીક્ષ કરી ઉપયોગમાં લઈ શકાય છે. લીલા પડવાશ માટે છાણીયા ખાતર સાથે વાપરી શકાય. ધરું રોપણી વખતે કે શેરડી રોપણી વખતે ( S.S.P ) પાવડર ખાતરનું દ્રાવણ બનાવીને વાપરવાથી ફાયદો થાય છે. પાકના મૂળના વિકાસમાં મદદરૂપ છે. ર્સીગલ સુપર ફોસ્ફટના ફાયદા : છોડની રોગપ્રતિકારકશક્તિમાં વધારો કરે છે. ધાન્ય પાકોમાં જેવા કે ઘઉં, ડાંગર, બાજરી, મકાઈ વગેરેના દાણા ભરાવદાર તથા વજનદાર બનાવે છે. કઠોળ વર્ગના પાકોમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે. તેલીબીયા પાકોમાં તેલના ટકામાં વધારો કરે છે. ઘાસચારાના પાકોમાં ઉત્પાદન વધારે છે, સાથે ગુણવત્તા વધારે છે. શેરડીનાં પાકમાં શર્કરાનું પ્રમાણ વધારે છે. સંગ્રહશક્તિમાં વધારો કરે છે. શાકભાજી પાકોમાં કુલ / ફળની સંખ્યામાં વધારો કરે છે તથા શાકભાજી | ફળ લાંબા સમય સુધી તાજા રહે છે. કંદમુળ પાકો માટે જમીનને પોચી રાખે છે જેમ કંદમુળ પાકો જેવાકે બટાટા , શક્કરીયા , બીટ , રતાળુ વગેરેનો વિકાસ થાય છે અને ઉત્પાદન વધે છે. લસણ તથા ડુંગળી જેમા પાકોમાં તીખાશમાં વધારો થાય છે , અને ગાંઠો મોટી અને વિકસીત બને છે.
134
6