સમાચારએગ્રોસ્ટાર
સિલાઈ મશીન માટે લોન
👉યોજના હેઠળ વ્યાજદર અને ફાળો :
આ ધિરાણ યોજના હેઠળ વાર્ષિક ૪ ટકાનો રહેશે. લાભાર્થીએ કુલ લોનની રકમના ૧૦ % ફાળો આપવાનો રહેશે. એટલે કે ૪ લાખની લોનના ૧૦% લેખે ૫,૦૦૦/- રૂપિયા લાભાર્થીએ પોતે જોડવાના રહેશે.
લોન પરત કરવાનો સમય :
લાભાર્થી દ્વારા લોન લીધા બાદ ૨૦ હપ્તામાં વ્યાજ સાથે પરત ચૂકવવા રહેશે. લાભાર્થી પાસે આર્થિક સગવડ થઈ હોય તો તે લોન ચૂકવવાની મુદત કરતા પહેલા પણ લોનની રકમ ચુકવી શકાશે. જો લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના ૨% દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.
જરૂરી દસ્તાવેજ :
આધારકાર્ડની નકલ, લાભાર્થીનું રેશનિંગ કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીશ્રીનો દાખલો), તાલીમનું પ્રમાણપત્ર, બેંક ખાતાની પાસબુક, ધંધાનાં સ્થળ તરીકે દુકાન ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર,અરજદાર દ્વારા રજૂ કરેલ મિલ્કતનો પુરાવો. (જમીનના ૭/૧૨ અને ૮/અ અથવા મકાનનાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગરનું )લાભાર્થીનાં જામીનદાર-૧ અને ૨ ના મિલ્કતનો પુરાવો (જમીન નાં ૭/૧૨ અને ૮/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગરનું)
જામીનદાર-૧ અને ૨ નું મિલ્કતનુ સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ. બંને જમીનદારોએ ૨૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરેલ સોગંધનામુ રજુ કરવાનું રહેશે.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.