AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સાવ બંજર જમીન માં ઉગશે લીલું-સોનું
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
સાવ બંજર જમીન માં ઉગશે લીલું-સોનું
🎋જો તમે ખેતી કરીને ઓછી મહેનતે વધુ કમાણી કરવા માંગો છો તો આજે અમે તમને એક બિઝનેસ આઈડિયા જણાવવા જઈ રહ્યા છીએ.ઘણા લોકો વાંસ ની ખેતીથી અજાણ છે. તો બીજી તરફ વાંસની ડિમાન્ડ સતત વધી રહી છે. નિષ્ણાંતોનું માનવું છે કે, અન્ય પાક કરતાં વાંસની ખેતી વધુ સુરક્ષિત માનવામાં આવે છે. કારણ કે તેની સૌથી મોટી ખાસિયત એ છે કે વાંસનો પાક કોઈપણ ઋતુમાં બગડતો નથી. તેમજ તમે એક વખત વાંસની રોપણી કરીને વર્ષો સુધી તેનો પાક લઇ શકો છો અને કમાણી કઈ શકો છો. વાંસની ખેતી લોકપ્રિય હોવાનું વધુ એક કારણ એ છે કે તેમાં ખર્ચ ઓછો થાય છે અને મહેનત પણ ઓછી થાય છે. વાંસની ખેતી તમે ઉજ્જડ જમીનમાં પણ કરી શકો છો. 🎋વાંસની ખેતી કેવી રીતે કરવી? - હવે તમને પ્રશ્ન થશે કે વાંસની ખેતી કેવી રીતે કરવી? સૌ પ્રથમ તમારે કોઈપણ નર્સરીમાંથી વાંસના છોડ લાવવાના રહેશે. જોકે, અન્ય પાક માટે જેમ આપણે જમીન તૈયાર કરીએ છીએ તેમ વાંસ માટે નહીં કરવી પડે. જોકે, એ વાતનું ધ્યાન રાખવું કે વાંસની ખેતી કરવાની હોય તે જમીન વધુ રેતાળ ન હોય. હવે 2 ફુટ ઊંડો અને 2 ફુટ પહોળો ખાડો કરીને વાંસની રોપણી કરો. ત્યારબાદ છાણીયું ખાતર નાંખો. રોપણી કાર્ય બાદ તરત જ છોડ ને પાણી આપો અને એક મહિના સુધી રોજ નિયમિત પાણી આપો. 6 મહિના બાદ એક અઠવાડિયે પાણી આપો. મહત્વનું છે કે, એક હેક્ટર જમીનમાં 625 છોડ રોપી શકાય છે. 🎋ત્રણ મહિના બાદ વાંસનો વિકાસ થવા લાગે છે. હવે તમારે સમયાંતરે વાંસનો રખરખાવ કરવાનો રહેશે. વાંસનો પાક 3ઘી વર્ષમાં તૈયાર થાય છે. 🎋વાંસનો ઉપયોગ - વાંસનો ઉપયોગ કાગળ બનાવવા ઉપરાંત કાર્બનિક કપડાં બનાવવામાં પણ થાય છે. સાથે વાંસનો ઉપયોગ સજાવટની વસતો બનાવવા માટે પણ કલારવામાં આવે છે. 🎋કેટલી થશે કમાણી? - મહત્વનું છે કે, વાંસની એક ખેતી 40 વર્ષ સુધી ચાલ્યા કરે છે. તમે 2-3 વર્ષ વાંસની ખેતીમાં મહેનત કરીને વર્ષો સુધી કમાણી કરી શકો છો. વાંસની ખેતી કરીને તમે એક વર્ષમાં તમે 4 લાખ 40 હજાર સુધીની કમાણી કરી શકો છો. એક વખત કાપણી કર્યા બાદ વાંસ ફરીથી વધવા લાગે છે. તમે વાંસના ઉપયોગથી ઘણીપ્રકારનો સમાન બનાવી શકો છો. જેનાથી તમે નફામાં વધારો કરી શકો છો. તમે વાંસની ખેતી દરમિયાન વચ્ચેની જગ્યામાં તલ,અડદ, મગ, ચણા, ઘઉં જેવા પાક વાવીને લણી શકો છો. આમ તમે તમારી આવક અને નફામાં વધારો થશે. 👉સંદર્ભ : Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર
24
4
અન્ય લેખો