AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સાવધાન! વધુ ગરમીથી પાકને બચાવો !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
સાવધાન! વધુ ગરમીથી પાકને બચાવો !
☀️ નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જાણતા હશો કે ગરમી શરૂ થઈ ગઈ છે, અને હવામાન પૂર્વાનુમાન અનુસાર ગુજરાતમાં 7 થી 10 એપ્રિલના રોજ વધુ ગરમી પડવાની સંભાવના છે, તો આપડે પાકને આ ગરમીની માર થી કઈ રીતે બચાવવો પાક તેની સંપૂર્ણ માહિતી માટે આ લેખને પૂર્ણ વાંચો - 🗓️ ગુજરાત રાજ્યમાં 7 થી 10 તારીખ દરમ્યાન વધુ ગરમી પડવાના કારણે શાકભાજી પાકો, વેલાવાળા શાકભાજી પાકો અને કઠોળ પાકમાં ભારે નુકશાન થવાની શક્યતા છે. 🥒🍉🍈 વધુ પડતી ગરમી ના કારણે દુધી, કારેલા, તરબૂચ, ટેટી, ગલકા, તુરીયા, મરચી જેવા પાકોમાં થ્રીપ્સ અને કથીરી નો ઉપદ્રવ વધવાની શક્યતા છે તો તેના નિયંત્રણ માટે કોન્સ્ટા 7 ગ્રામ, મેન્ટો 7 ગ્રામ, કિલ-એક્સ 10-12 મિલી, ઓબેરોન 12 મિલી/પંપ ઉપયોગ કરવાથી સારો ફાયદો થશે. 🍅🌶️ તરબૂચ, ટેટી, ટામેટા, મરચા અને રીંગણના પાકમાં સમયસર પાણી આપવું જોઈએ અને પાક ના તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ માટે પાવર જેલ, હુમિક પાવર, રૂટ પાવર, સુપર સોના, ભૂમિકા નો ઉપયોગ કરવાથી વધુ ફાયદો થશે. 🌾 ઘાસચારાની બાજરી, જુવાર તેમજ બાજરો અને તલના પાકમાં સમયસર પાણી આપવું અને વિપરીત વાતાવરણ સામે છોડના વૃદ્ધિ વિકાસ માટે પીક બુસ્ટર, પાવર જેલ, હ્યુમિક પાવરનો ઉપયોગ કરવાથી વધુ ફાયદો થશે. ☘️ મગ, અડદ, ચોળી, ગુવારના પાકમાં થ્રીપ્સ અને સફેદ માખીના નિયંત્રણ માટે એગ્રોનીલ-એક્સ 25 મિલી, કોન્સ્ટા 7 ગ્રામ, મેન્ટો 7 ગ્રામ, શૂટર 5-7 ગ્રામ, મેડ્રિડ 12 ગ્રામ, એડોનિક્સ 25 મિલી/ પંપ ઉપયોગ કરવાથી વધુ ફાયદો થશે. 🌱🍀 શાકભાજી પાકો અને કઠોળ પાકમાં ફૂલ અને ફળ ખરણ અટકાવવા માટે પુષ્ટિ ચિલિટેડ કેલ્શિયમ 10 ગ્રામ, નુટ્રીપ્રો બોરોન 15 ગ્રામ/ પંપ ઉપયોગ કરવાથી વધુ ફાયદો થશે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
5