AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સાવધાન, ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ યથાવત
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
સાવધાન, ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ યથાવત
👉🏻 ખેડૂત મિત્રો, આ અઠવાડિયે ગુજરાતના હવામાનમાં ઘણો બદલાવ આવશે, 21 થી 23 જાન્યુઆરી સુધી ખૂબ જ ઠંડી રહેવાની છે, તેની સાથે ઠંડા પવનોની આગાહી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, દાહોદ અને પાટણ જેવા અમુક વિસ્તારોનો સમાવેશ થાય છે. 👉 આવી સ્થિતિમાં ખેડૂતોએ તેમના પાકને ઠંડીથી બચાવવા માટે ખાસ ધ્યાન આપવું જોઈએ અને શાકભાજીના પાકમાં પવન સાથે ઠંડી વધવાથી મોલો અને ફૂગના રોગોનો પ્રકોપ વધી શકે છે, તેથી શટર 7 ગ્રામ + ટેબુલ (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65 % WG) 40 ગ્રામ પ્રતિ પંપના દરે છાંટવું જોઈએ. 👉ડુંગળીમાં થ્રીપ્સ અને જાંબલી ધાબાનો રોગ અટકાવવા માટે મેંટો 7 ગ્રામ + એજેક્સ 20 મિલી પ્રતિ પંપનો છંટકાવ કરવો જોઈએ. 👉 રાયડાના પાકમાં સફેદ ગેરુ અટકાવવા અને સારી વૃદ્ધિ માટે મેટલગ્રો 35 ગ્રામ + સ્ટેલર 30 મિલી પ્રતિ પંપનો છંટકાવ કરવો જોઈએ. 👉 પાકને ઠંડીથી બચાવવા નાઈટ્રોજન ખાતરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. 👉 ચણા, રાયડો, ઘઉં, ટામેટા, મરચાના પાકમાં સારી વૃદ્ધિ માટે સલ્ફર મહત્તમ 6 કિલો અને સેલ્જિક 3 કિલો અને સંચાર 10 કિલો પ્રતિ એકરનો ઉપયોગ કરવો જોઈએ. 👉જ્યારે જમીનમાં સારી અને પૂરતી ભેજ હોય ​​ત્યારે સિંચાઈ ન કરવી જોઈએ. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
13
2
અન્ય લેખો