સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સારી ગુણવત્તાની ડુંગળીના બીજ ઉત્પાદન માટે મહત્વપૂર્ણ માહિતી
કોઈપણ જાતની ઉત્પાદન ક્ષમતા તેમાં રહેલ આનુવંશિક ગુણધર્મો પર આધારીત છે. તેથી, જો તેની ઉત્પાદન ક્ષમતા જાળવવી હોય તો, તે ધ્યાનમાં રાખવું જોઈએ કે બીજના ઉત્પાદનમાં કોઈ ભેળસેળ તો નથી ને? ડુંગળીના બીજનું ઉત્પાદન કરવા માટે, ડુંગળીનું વાવેતર સારી નિતાર શક્તિ વાળી જમીનમાં કરવું જોઈએ. ડુંગળીના બીજ ઉત્પાદન માટે ઠંડીય વાતાવરણની જરૂર હોય છે._x000D_ ડુંગળીની પસંદગી:_x000D_ 1. છ મહિના જૂના કંદ બીજ માટે વાવવા જોઈએ. બીજ ઉત્પાદન માટે બે ચોંટલી ડુંગળી ન લેવી જોઈએ._x000D_ 2. વાવણી કરતા પહેલા, પસંદ કરેલી ડુંગળીના કંદને 1/3 ભાગોમાં કાપીને ફૂગનાશક દવા સાથે માવજત આપવી જોઈએ. ડુંગળીના વાવેલા બે ખેતરો વચ્ચેનું અંતર 500 થી 600 મીટરથી વધુ હોવું જોઈએ._x000D_ 3. ડુંગળીના પાકમાં પરાગમનમાં મધમાખીની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આ માટે ગલગોટા, સેવંતી જેવા પાકનું આંતર પાક તરીકે વાવેતર કરવું જોઈએ._x000D_ 4. પિયત આપવા માટે ટપક સિંચાઇ અથવા નિક પધ્ધતિથી પાણી પૂરું પાડવું. ફુવારા પધ્ધતિ થી સિંચાઇ આપવું નહીં તેમજ ખાતરો અને નીંદણનું પણ યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવું જોઈએ._x000D_ 5. વાદળછાયા વાતાવરણમાં બીજની સારી ગુણવત્તા મળતી નથી. ફૂલો આવ્યા પછી, ચીલેટેડ કેલ્શિયમ @ 0.5 ગ્રામ, બોરોન @ 1 ગ્રામ અને પ્લેનોફિક્સ @ 0.25 મિલી પ્રતિ લિટર પાણી મુજબ છંટકાવ કરવો જોઈએ._x000D_ 6. બીજ ઉત્પાદનમાં થ્રિપ્સ, મોલો-મસી, મૂળ ખાય જેવી સમસ્યાઓ આવતી હોય છે, વૃદ્ધિના તબક્કા દરમ્યાન ખેતરનું હંમેશાં નિરીક્ષણ કરવું જોઈએ અને રોગગ્રસ્ત છોડનો નાશ કરવો જોઇએ._x000D_ 7. ફૂલની લણણી વાવણી પછી 3-મહિનાની અંદર શરૂ થાય છે. ફૂલની લણણી 2 થી 3 તબક્કામાં થવી જોઈએ._x000D_ સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
294
0
અન્ય લેખો