AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સામાન્ય માણસ નો પાવર ! દૂધ વેચનારે ખરીદ્યુ 30 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર !
કૃષિ વાર્તાસંદેશ
સામાન્ય માણસ નો પાવર ! દૂધ વેચનારે ખરીદ્યુ 30 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર !
👉 જ્યારે પણ દૂર જવાની વાત થાય છે તો લોકો મસ્તી-મજાકમાં બોલી દેતા હોય છે કે, જાવ જઇને હેલિકોપ્ટર ખરીદી લો પ્રવાસ ખુબ જ સરળ થઇ જશે. પરંતુ અસલ જિંદગીમાં ગરીબ વ્યક્તિ માટે અથવા કોઇ મધ્યમ પરિવાર માટે આવું સપનામાં પણ શક્ય નથી. પરંતુ એક એવી પણ કહેવત છે કે, મન હોય તો માળવે જવાય. 👉 મહારાષ્ટ્રના ભિવંડી જિલ્લાના એક ખેડૂત જનાર્ધન ભોઇર હાલમાં લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અને ચર્ચા થવાનું કારણ પણ છે. દૂધનો વેપાર કરનાર જનાર્ધને પોતાનું હેલિકોપ્ટર ખરિદ્યુ છે. ઇતિહાસ રચતા દૂધનો વેપાર કરનાર જનાર્ધન ભોઇરએ પોતાની સવારી માટે એક હેલિકોપ્ટર ખરિદ્યુ છે. ભિવંડી વિસ્તારમાં રહેતા ખેડૂત અને વેપારી જનાર્ધન ભોઇરએ દૂધના વેપાર માટે 30 કરોડ રૂપિયામાં આ હેલિકોપ્ટર ખરિદ્યુ છે. 👉 જનાર્ધનનું કહેવું છે કે, તેમને બિઝનેસના સિલસિલામાં દેશના ઘણા રાજ્યો અને વિદેશમાં પણ જવું પડે છે. જેમા તેમનો ખુબ જ સમય વેડફાય છે, આવામાં તેમને સમય બચાવવા માટે આ હેલિકોપ્ટર ખરિદ્યુ છે. 👉 ખેતીવાડી અને દૂધનો વેપાર કરનાર ખેડૂત જનાર્ધન ભોઇર હાલમાં આ હેલિકોપ્ટરનું ટ્રાયલ પણ લઇ રહ્યા છે. ખેતી કરવાની સાથે-સાથે જનાર્ધનનો રિયલ એસ્ટેટનો પણ બિઝનેસ છે. પોતાના કામ માટે તેમને અવારનવાર દેશના અલગ-અલગ રાજ્યોમાં જવું પડે છે. 👉 જનાર્ધન ભોઇરએ પોતાના ઘરની નજીકમાં જ હેલિકોપ્ટર માટે હેલીપેડનું નિર્માણ પણ કરાવી લીધુ છે. સાથે જ પાયલોટ રૂમ, ટેક્નીશિયન રૂમ બનાવવાની પણ તૈયારી કરી લીધી છે. તેમણે જણાવ્યું કે, 15 માર્ચના રોજ મારા હેલિકોપ્ટરની ડિલિવરી મળવાની છે, મારી પાસે 2.5 એકડની જગ્યા છે જ્યાં હેલિકોપ્ટર માટે રાઉન્ડ પટ્ટી અને બીજી અન્ય વસ્તુઓ બનાવીશ. 👉 સંદર્ભ : સંદેશ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
28
12