AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સામાન્ય માણસને રાહત : હવે 24 કલાક મળશે રાશન !
યોજના અને સબસીડીGSTV
સામાન્ય માણસને રાહત : હવે 24 કલાક મળશે રાશન !
👉 રાશનની દુકાનોમાં હવે તમે 24 કલાક રાશન પ્રાપ્ત કરી શકો છો. એક જ રાશન કાર્ડથી તમને દેશના કોઈપણ ભાગમાં રાશન મેળવવાનો અઘિકાર છે. આ વ્યવસ્થા કેન્દ્રની મોદી સરકારે કરી છે. જેને એક દેશ, એક રાશન કાર્ડ યોજના નામ અપાયુ છે. આ યોજનાની શરૂઆત પહેલા ચાર રાજયોમાં કરાઈ હતી. પરંતુ, સફળતાને જોતા તમામ 32 રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શરૂ કરાઈ છે. હવે લાભાર્થી પોતાનું રાશન કોઈપણ સ્થળે પ્રાપ્ત કરી શકે છે. 👉 આ યોજના હેઠળ લાભાર્થી ઈલેકટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ (E-POS)યૂકત પીડીએસ દુકાનોમાંથી પોતાનુ હાલના રાશન કાર્ડથી બાયોમેટ્રિક સત્યાપન દ્વારા પસંદગીના હિસાબથી કોઈપણ સ્થળેથી રાશન લઈ શકો છો. 👉 કેન્દ્રીય ખાદ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, બે વર્ષ પહેલા, તેના પર કામ શરૂ થયું હતું. તે સમયે તેનો અમલ ચાર રાજ્યોમાં કરવામાં આવ્યો હતો. પરંતુ ખૂબ જ ઓછા સમયમાં આ સુવિધા 32 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં આપવામાં આવી રહી છે. આ અંતર્ગત આશરે 69 કરોડ રૂપિયા લાભાર્થીઓ આવી પહોંચ્યા છે. તેમણે કહ્યું કે વધુ ચાર રાજ્યો 31 માર્ચ સુધીમાં એક દેશ, એક રેશનકાર્ડ યોજના લાગુ કરી શકે છે. દિલ્હી, આસામ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં કામ ચાલી રહ્યું છે. આસામ અને છત્તીસગઢમાં ચૂંટણીને કારણે, તેમાં 2-3 મહિનાનો સમય લાગી શકે છે. 👉 ખાદ્યયાન્નની કિંમત વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. કેન્દ્રિય મંત્રી પીયૂષ ગોયલે કહ્યુ કે, રાષ્ટ્રીય ખાદ્ય સૂરક્ષા કાયદા હેઠળ રાશનની દુકાનો દ્વારા સસ્તા દરો પર વેચાવામાં આવી રહેલા ખાદ્યાનોની કીંમત વધારવાનો હાલ કોઈ પ્રસ્તાવ નથી. આ કાયદા હેઠળ હાલ સરકાર સાર્વજિનક વિતરણ પ્રણાલી દ્વારા 81 કરોડ લોકોને 1થી 3 રૂપિયા કિલોના દરથી અનાજ ઉપલબ્ધ કરાવી રહી છે. દેશમાં 5..5 લાખ સસ્તી ફ્લોક્સ શોપ દ્વારા સરકાર સબસિડીવાળા અનાજ પ્રદાન કરી રહી છે. સંદર્ભ : GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
40
5
અન્ય લેખો