AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સાંકડા અને પહોળા પાનના નિંદામણનો થશે નાશ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
સાંકડા અને પહોળા પાનના નિંદામણનો થશે નાશ
🧄ઘણા બધા ખેડૂત મિત્રો એ રવિ પાક તરીકે લસણ અને ડુંગળીના પાકનું વાવેતર કર્યું છે.ખેડૂત મિત્રો ને આ પાકોમાં નિંદામણનો પ્રશ્ન વધારે સતાવતો હોય છે તો ચાલો જાણીએ આ નિંદામણ ને દૂર કરવું માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ 🧄પાક માં નિંદામણ વધારે હોવાથી પાક નો વૃદ્ધિ વિકાસ અટકી જાય છે પાકને પૂરું પોષણ મળતું નથી જેને કારણે એકંદરે ખેડૂત ને નુકશાન થાય છે.વાવેતર બાદ 25 થી 30 દિવસે પહોળા પાનના નિંદામણના નિયંત્રણ માટે ઓક્સિવિયા (ઓક્સીફ્લુરોફેન 23.5 % ઇસી) દવા ને 100 મિલી/એકર પ્રમાણે છંટકાવ કરી શકો છો અને સાંકડા પાનના નિંદામણના નિયંત્રણ માટે કવીઝ માસ્ટર (ક્વીઝાલોફોપ ઈથાઈલ 5 % EC) દવાનો 300 મિલી પ્રતિ એકર મુજબ છંટકાવ કરવો. 🧄નિંદામણના નિયંત્રણ માટે આ દવા આપતા સમયે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જરૂરી છે. આ દવાથી 2-4 પાન નું નિંદામણ નિયંત્રિત થશે. મોટું નિંદામણ હોય તો તેને હાથ વડે દૂર કરવુ. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
16
2