AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સસ્તુ સોનુ ખરીદવાની વધુ એક તક, 11થી 15 જાન્યુ. સુધી મળશે !
કૃષિ વાર્તાTV9 ગુજરાતી
સસ્તુ સોનુ ખરીદવાની વધુ એક તક, 11થી 15 જાન્યુ. સુધી મળશે !
સોવેરિન ગોલ્ડ બોન્ડ 2020-21 સ્કીમની 10મી શ્રેણી ખુલ્લી મુકાઈ ગઈ છે. ભારતીય રિઝર્વ બેંક એ 1 ગ્રામ સોનાની કિંમત 5,104 રાખી છે. ઓનલાઇન અરજી અને ડિજિટલ પેમેન્ટ પર 50 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે. સ્કીમ 11 થી 15 જાન્યુઆરી સુધી ખુલ્લી રહેશે. 9 મહિનામાં તેની કિંમતમાં 10% વૃદ્ધિ સોવેરિન ગોલ્ડ બોન્ડ 2020-21 સ્કીમની શરૂઆત 20 એપ્રિલ 2020 થી થઈ હતી. તેની પહેલી સિરીઝમાં 20 થી 24 એપ્રિલ દરમ્યાન 1 ગ્રામ સોનાની કિંમત 4,639 હતી. હાલ 10 મી સીરીઝની કિંમત 5,014 છે. 20 એપ્રિલ 2020 થી અત્યાર સુધીના ભાવમાં 10% કરતા વધુ ઉછાળો આવ્યો છે. 1 ગ્રામથી ખરીદીની શરૂઆત સોવેરિન ગોલ્ડ બોન્ડમાં સોનાની ખરીદી યુનિટ્સમાં થાય છે. એક યુનિટની ગણતરી એક ગ્રામ થાય છે. એક વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં મિનિમમ 1 ગ્રામ અને મેક્સિમમ 4 કિલોગ્રામ સુધી વેલ્યુના બોન્ડ ખરીદી શકે છે. જો કે કોઈ ટ્રસ્ટ માટે સોનુ ખરીદવાની મહત્તમ મર્યાદા 20 કિલોગ્રામ છે. ઇશ્યુ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે સોવેરિન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50% વ્યાજ મળે છે. તે રકમ દર 6 મહિને તમારા એકાઉન્ટમાં આવે છે. 8 વર્ષનો સમય છે મેચ્યોરિટી પીરિયડ બોન્ડ કા મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે પરંતુ રોકાણકારો 5 વર્ષ સ્કીમની બહાર નીકળી શકે છે. ક્યાંથી ખરીદી શકાય ગોલ્ડ બોન્ડ ? કમર્શિયલ બેંકર્સ, પોસ્ટ ઓફિસ, સ્ટોકે એક્સચેન્જ-બીએસઇ અને એનએસઇ તથા સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનમાંથી ખરીદી શકાય છે. સોવરન ગોલ્ડ બોન્ડ શું છે? સરકારએ દેશમાં ફિઝિકલ ફોર્મમાં ગોલ્ડની ખરીદીની માંગને ઘટાડવા નવેમ્બર ૨૦૧૫ માં આ સ્કીમ શરૂ કરી રહી છે. આ સરકારી બોન્ડ છે. તેને ડીમેન્ટ રૂપમાં પરિવર્તિત કરી શકાય છે. મૂલ્ય રૂપિયા અથવા ડોલરમાં નહી પણ સોનાના વજનમાં અંકાય છે. સંદર્ભ : tv9 gujarati, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
43
15
અન્ય લેખો