AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરળ રીતે જાણો, ગંઠવા કૃમિ અને રાઇઝોબિયમ જીવાણુંથી થતી ગાંઠો વિષે !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સરળ રીતે જાણો, ગંઠવા કૃમિ અને રાઇઝોબિયમ જીવાણુંથી થતી ગાંઠો વિષે !
👉પાકના છોડના મૂળ ઉપર બે પ્રકારની ગાંઠો થતી હોય છે, ઘણી વાર ખેડૂતો આને ઓળખવામાં થાપ ખાઇ જાય છે. રાઇઝોબિયમ જીવાણૂંથી થતી ગાંઠો ફાયદાકારક છે જે હવામાંથી નાઇટ્રોજન લઇ છોડને પહોંચાડે જ્યારે કૃમિથી થતી ગાંઠો છોડને નુકસાન કારક હોય છે. શાનાથી આવી ગાંઠો થઇ છે તે જાણ્યા પછી જો કૃમિથી થઇ હોય તો તેની માવજત કરવી પડે. 👉તો ચાલો આ બંન્ને ગાંઠો વચ્ચેનો તફાવત જાણીએ. ગંઠવા કૃમિ રાઇઝોબીયમ 👉ગાંઠ દબાવતા પ્રમાણમાં કઠણ હોય છે. 👉ગાંઠ પોચી અને સહેલાઇથી દબાવી શકાય છે. 👉ગાંઠ મૂળ ઉપરથી સહેલાઇથી છૂટી પાડી શકાતી નથી. 👉ગાંઠ સહેલાઇથી મૂળથી અલગ કરી શકાય છે. 👉ગાંઠો કોઇ ચોક્કસ આકારમાં જોવા મળતી નથી. 👉ગાંઠો ચોક્કસ આકારની હોય છે. 👉 ગાંઠ મૂળ સાથે તેની છાલથી વણાઇ ગયેલી હોય. 👉 ગાંઠ મૂળ ઉપર એકબાજુ હોય છે. 👉 ગાંઠોને લીધે છોડ નબળો, પીળો અને ઠીંગણો રહેલ હોય છે. 👉ગાંઠોને લઇને છોડ તંદુરસ્ત અને લીલો હોય છે. 👉આ ગાંઠો છોડને નુકસાનકારક છે. 👉આ ગાંઠો છોડને ફાયદાકારક છે. 👉 ગાંઠોને તોડતાં તેમા ગંઠવા કૃમિની જુદી જુદી અવસ્થાઓ જોવા મળે છે (જોવા માટે માઇક્રોસ્કોપની જરુર પડે છે). 👉 ગાંઠોને તોડતાં તેમા રાઇઝોબીયમ નામના જીવાણુંઓ જોવા મળશે (જોવા માટે માઇક્રોસ્કોપની જરુર પડે છે). 👉 ગાંઠોને કોઇ ખાસ રંગ હોતો નથી. 👉 ગાંઠો આછા ગુલાબી રંગની હોય છે. 👉 આવી ગાંઠો કોઇ પણ જાતના પાકમાં જોવા મળશે. 👉જીવાણૂથી થતી ગાંઠો કઠોળ વર્ગના પાકમાં સહેલાઇથી ઓળખી શકાય છે. 👉 આવી જ જાણી- અજાણી ખેતી ની વાતો જાણવા માટે આજે જ કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ જાણી- અજાણી વાતો ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો. XXXXXXXXXXXXXXX How do you identify the galls caused by nematodes or by rhizobium bacteria? • There are two types of nodules on the roots of crop plants, farmer often fail to recognize them. Nodules made by the rhizobium bacteria are beneficial, taking nitrogen from the atmosphere and providing to the crop plants. While, nodules caused by the nematodes are harmful to the plants. After identifying the galls either made by nematodes or rhizobium bacteria; treatment is required for the control of nodules, if made by the nematodes. • Let us know the difference between these two kinds of nodules. Root knot Nematodes Rhizobium bacteria 1 Gall is relatively hard to press. 1 Gall is soft and can be easily pressed. 2 The galls cannot be easily detached from the root. 2 The galls can be easily separated from the root. 3 Nodes are not seen in any specific shape. 3 Nodes are of a certain shape. 4 Galls woven from its bark along the roots. 4 The gall is one-sided on the root. 5 Due to nodules, the plants are weak, yellow and stunted. 5 Plants are healthy and green with these kinds of nodules. 6 These galls are harmful to the plants. 6 These nodules are beneficial to the plant. 7 While breaking these nodules, different stages of nematodes is seen (Require microscope to see). 7 Breaking the tumors will find bacteria called Rhizobium (requires a microscope to see). 8 Galls have no special colour. 8 The nodes are light pink in colour. 9 Such galls can be found in any crop. 9 Bacterial nodules can be easily identified in pulses.
69
23
અન્ય લેખો