સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સરગવા ના પાકમાં પોષણ વ્યવસ્થાપન
• સરગવાની સીંગો વર્ષમાં 2 વાર આવે છે, તે આવે ત્યારે ખાતરનો ઉપયોગ કરવો જરૂરી છે. • છટણી કાર્ય બાદ પ્રતિ એકર 10-12 ટન છાણીયું ખાતર આપવું ઉપરાંત રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ કરવો. • 50 કિલો યુરિયા, 50 કિલો ડીએપી અને 50 કિલો પોટાશ ખાતર એકર દીઠ આપવું. તે પછી, ફરીથી 30 થી 40 દિવસ પછી, 50 કિલો યુરિયા આપવું જોઇએ. • જમીન ચકાસણી મુજબ જમીનના પ્રકાર અને છોડના વિકાસ મુજબ નાઇટ્રોજનની માત્રા વધારવી. • ઉપર જણાવ્યા અનુસાર આજ માત્ર માં બીજા ફાલ અવસ્થાએ ફરીથી ખાતર આપવું. • વર્ષમાં બે વાર રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવા ઉપરાંત, રંગ અને ગુણવત્તા માં સુધારો કરવા માટે જૈવિક ખાતરનો ઉપયોગ કરો.ફાલ વિકસિત થાય ત્યારે નાઇટ્રોજનનો વપરાશ ઓછો થવો જોઈએ. • જો સરગવાની સીંગો નાની હોય અને ફૂલો ખરી જાય તો ફોસ્ફરસ ખાતરની માત્રા વધારો. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
531
23
અન્ય લેખો