AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરગવામાં આવતી જીવાતો અને તેનું વ્યવસ્થાપન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સરગવામાં આવતી જીવાતો અને તેનું વ્યવસ્થાપન
સરગવાની ખેતી આર્થિક દ્રષ્ટિએ ખેડૂતોને પોષાતી હોય છે. ચાલો આજે સરગવાની ખેતીમાં આવતી જીવાતો વિષે જાણિએ. પાનકોરીયુ તથા જાળા બનાવનાર ઈયળ, કળી કોરનાર કીડો, ચૂસિયા પ્રકારની જીવાતો (સફેદમાખી, ભીંગડાવાળી જીવાત, થ્રીપ્સ, મોલો), થડ અને ડાળની છાલ કોરી ખાનાર ઈયળ, સરગવાનો મેઢ અને ફળમાખી જેવા કિટકો નુકસાન કરતા હોય છે. આ બધી જીવાતોમાં પાનકોરીયુ તથા જાળા બનાવનાર ઈયળનો ઉપદ્રવ વધારે નુકસાન કરતું હોય છે. સંકલિત વ્યવસ્થાપન: • વાડીમાં એક લાઇટ ટ્રેપ અવશ્ય ગોઠવવું. • સરગવામાં જીવાતોના ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૧૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા વર્ટીસીલીયમ લેકાની અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી ચૂસીયાં અને ચાવવા પ્રકારની જીવાતોનું નુકસાન અટકાવી શકાય. • નીચે ખરી ૫ડેલ અને ઉ૫દ્રવિત શીંગોને દરરોજ ભેગા કરી ઉંડા ખાડામાં દાટી પાણીથી ખાડાને તર કરી દેવાથી ઉ૫દ્રવિત શીંગોમાં રહેલા કીડાનો નાશ થઈ શકે છે. • ફળમાખીની કોશેટા અવસ્થા જમીનમાં ૫સાર થતી હોવાથી ઝાડની ફરતે અવાર-નવાર ખેડ અથવા ગોડ કરવાથી કોશેટાનો નાશ થાય છે. • સરગવામાં ફળમાખી દ્રારા થતું નુકસાન ઘટાડવા માટેઉપર ઉપર દર્શાવેલ લીમડા આધારિત તૈયાર દવાનો પ્રથમ છંટકાવ ૫૦ ટકા શીંગ બેસે ત્યારે અને બીજો છંટકાવ તેના ૩૫ દિવસ બાદ કરવો.
ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
765
36
અન્ય લેખો