AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરકાર 2.5 લાખ રૂપિયાની કરશે મદદ, જાણો સંપૂર્ણ સમાચાર !
યોજના અને સબસીડીTV 9 ગુજરાતી
સરકાર 2.5 લાખ રૂપિયાની કરશે મદદ, જાણો સંપૂર્ણ સમાચાર !
• 5.13 કરોડથી વધુ ખેડૂતો મોબાઈલ કિસાન પોર્ટલ પર નોંધાયેલા છે અને 1.71 કરોડથી વધુ ખેડૂતો રાષ્ટ્રીય કૃષિ બજાર પોર્ટલ પર નોંધાયેલા છે. • જો તમે ગામમાં લેબ ખોલવા માંગો છો તો પોતાની દરખાસ્ત નાયબ કૃષિ નિયામક, સંયુક્ત નિયામક અથવા જિલ્લાની તેમની ઓફિસને આપી શકે છે. ઉપરાંત તે વેબસાઈટ agricoop.nic.in અને soilhealth.dac.gov.in પર સંપર્ક કરી શકાય છે. કોણ કરી શકે ? • માહિતી અનુસાર 18થી 40 વર્ષની વચ્ચેના ગ્રામીણ યુવાનો આ યોજના માટે અરજી કરી શકે છે. એગ્રી ક્લિનિક, કૃષિ ઉદ્યોગ સાહસિક તાલીમ સાથે બીજા વર્ગમાંથી વિજ્ઞાન વિષય સાથે મેટ્રિક પાસ કર્યું હોય તે જ યુવાનો અરજી કરી શકે છે. • માટીના નમૂના લેવા, પરીક્ષણ કરવા અને માટી આરોગ્ય કાર્ડ આપવા માટે સરકાર દ્વારા નમૂના દીઠ 300 આપવામાં આવી રહ્યા છે. માટી પરીક્ષણના અભાવે ખેડૂતોને ખબર નથી પડતી કે કયું ખાતર કેટલા પ્રમાણમાં નાખવું જોઈએ. વધુ પ્રમાણમાં ખાતર નાખવાથી ઉપજ પણ સારી નથી. • સરકાર જે નાણાં આપશે તેમાંથી 2.5 લાખ રૂપિયા લેબોરેટરી ચલાવવા માટે ટેસ્ટિંગ મશીનો, રસાયણો અને અન્ય જરૂરી વસ્તુઓ ખરીદવા પાછળ ખર્ચવામાં આવશે. કોમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર, જીપીએસની ખરીદી પાછળ એક લાખ રૂપિયા ખર્ચ થશે. • ભારતમાં લગભગ 6.5 લાખ ગામો છે. આવી સ્થિતિમાં જો આપણે વર્તમાન સંખ્યા પર નજર કરીએ તો 82 ગામોમાં એક લેબ છે. તેથી આ સમયે ઓછામાં ઓછી 2 લાખ પ્રયોગશાળાઓની જરૂર છે. પ્રયોગશાળાના અભાવનું કારણ એ છે કે પરીક્ષણ યોગ્ય રીતે કરવામાં આવતું નથી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : TV 9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
31
11
અન્ય લેખો