AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરકાર યુરિયાના નિયંત્રણને સમાપ્ત કરવા માટે વિકલ્પો પર વિચાર કરી રહી છે
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
સરકાર યુરિયાના નિયંત્રણને સમાપ્ત કરવા માટે વિકલ્પો પર વિચાર કરી રહી છે
નવી દિલ્હી: ખાતર મંત્રી સદાનંદ ગૌડાએ બુધવારે કહ્યું હતું કે સરકાર પોષક-આધારિત સબસિડી (એનબીએસ) દર નક્કી કરીને અથવા ખેડૂતોના ખાતામાં સબસિડી ચૂકવીને યુરિયાને નિયમનકારી કરવાના વિકલ્પો પર સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2010 માં સરકારે એનબીએસ કાર્યક્રમ શરૂ કર્યો હતો, જે અંતર્ગત વાર્ષિક ધોરણે નક્કી કરેલ સબસીડી ની એક નિશ્ચિત રકમને યુરિયાને છોડીને,ખાતરમાં હાજર પોષક તત્ત્વોના આધારે સબસીડી વાળા ફોસ્ફેટિક અને પોટેશિક (પી એન્ડ કે) ખાતરોના દરેક ગ્રેડ માટે સહાય પૂરી પાડવામાં આવે છે. ભારતીય ફર્ટિલાઇઝર એસોસિએશન (એફએઆઈ) દ્વારા અહીં આયોજિત એક કાર્યક્રમને સંબોધન કરતાં ગૌડાએ કહ્યું કે જ્યાં સુધી યુરિયા નીતિમાં પરિવર્તનનો સવાલ છે, ત્યાં સુધી અમે સૂચનો પર વિચાર કરવા તૈયાર છીએ. આ ખાતર ક્ષેત્રનું નિયમન કરવાની સાથે યુરિયા માટે એનબીએસ વ્યવસ્થા થઇ શકે છે અથવા ખેડૂતોના ખાતામાં સીધી સબસિડીની ચુકવણી થઇ શકે છે. આ કેટલાક વિકલ્પો છે જેની પર ચર્ચા ચાલી રહી છે. સંદર્ભ: આઉટલુક એગ્રીકલ્ચર, 5 ડિસેમ્બર, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
115
0