AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરકાર બજેટમાં ખાતરના કાચા માલની આયાત ડ્યુટી ઘટાડી શકે છે!
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
સરકાર બજેટમાં ખાતરના કાચા માલની આયાત ડ્યુટી ઘટાડી શકે છે!
1 ફેબ્રુઆરીએ રજૂ થનાર સામાન્ય બજેટ 2020-21માં કેન્દ્ર સરકાર ખાતરોના ઘરેલુ ઉત્પાદનમાં વધારો કરવા માટે કાચા માલની આયાત ડ્યુટીમાં ઘટાડો કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડાય એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) માં વપરાતા રોક ફોસ્ફેટ અને સલ્ફર જેવા કાચા માલ પરની આયાત ડ્યુટીમાં ઘટાડાથી સ્થાનિક ઉત્પાદનમાં વધારો થશે અને આયાત બિલમાં પણ ઘટાડો થશે. હાલમાં, તેમના પર પાંચ ટકા આયાત ડ્યૂટી છે. હાલમાં દેશની કુલ જરૂરિયાતનો આશરે 95 ટકા ડીએપીમાં ઉપયોગ થનાર કાચો માલ અથવા તૈયાર ખાતરની આયાત કરવામાં આવે છે, જ્યારે યુરિયાની કુલ આવશ્યકતાના આશરે 30 ટકા આયાત કરવામાં આવે છે. વાણિજ્ય મંત્રાલયે નાણાં મંત્રાલયને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને આયાત બીલો ઘટાડવા માટે લગભગ 300 ચીજવસ્તુઓ પર મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટીને તર્કસંગત કરવા સૂચન કર્યું છે.
કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર બજેટમાં ડીબીટી દ્વારા ખાતર સબસિડીની રકમ ખેડૂતોના ખાતામાં મોકલવાની જાહેરાત પણ કરી શકે છે. આ માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. સંદર્ભ: આઉટલુક એગ્રીકલ્ચર, 27 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
416
0