AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરકાર નો ખેડૂતો માટે શાનદાર પ્લાન, જાણો સંપૂર્ણ સમાચાર !
કૃષિ વાર્તાTV9 ગુજરાતી
સરકાર નો ખેડૂતો માટે શાનદાર પ્લાન, જાણો સંપૂર્ણ સમાચાર !
👉 આપણો દેશ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ છે. અહીં ઉગાડવામાં આવેલા વૃક્ષો, છોડ અને પાક આપણી ખાદ્ય જરૂરિયાતો પૂરી કરે છે સાથે જ તે ઔષધીય ગુણધર્મો પણ ધરાવે છે. જો ખેડૂતો ખાસ કરીને હર્બલ ખેતી સાથે જોડાયેલા હોય, તો તેઓ તેમાંથી સારો નફો પણ લઈ શકે છે કારણ કે બજારમાં તેમની ઘણી માગ છે. 👉 સર્વે મુજબ અહીં લગભગ 8000 વૃક્ષો અને છોડ છે, જેનો ઔષધીય રીતે ઉપયોગ થાય છે. તેમાંથી બનાવેલ પ્રોડક્ટ અને દવાઓની વિદેશમાં સારી માગ છે. આ માગ ખેડૂતો માટે હર્બલ ખેતીના દ્વાર ખોલે છે. 👉 ઔષધીય ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર ખેડૂતોને તમામ શક્ય સહકાર પણ આપી રહી છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આપવામાં આવેલા આર્થિક પેકેજમાં હર્બલ ખેતીને પ્રોત્સાહન આપવા માટે 4,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. 👉 હર્બલ પ્લાન્ટ્સ માટે પ્રાદેશિક બજારોનું નેટવર્ક પણ હશે. હર્બલ ખેતી પણ ખેડૂતોની આવક બમણી કરવામાં મદદરૂપ સાબિત થશે. અશ્વગંધા, ગિલોય, ભૃંગરાજ, સતાવર, ફુદીનો, મોગરા, તુલસી, કુંવારપાઠું, બ્રાહ્મી, શંખપુષ્પી અને ગુલાર વગેરે જેવા અનેક હર્બલ પાક છે, જેની ખેતી ખેડૂતો કરી શકે છે. ખેડૂતો પાક વૈવિધ્યતા અપનાવે છે અને ખેતર ખાલી થયા બાદ જો તેઓ તેમાં હર્બલ છોડની ખેતી કરે તો તેઓ સારો નફો મેળવી શકે છે.આ સંભાવનાઓને જોતા સરકાર ખેડૂતોને ઔષધીય પાકોની ખેતી માટે પ્રોત્સાહિત કરી રહી છે. વંદે માતરમ સેલ ની એક ઝલક https://youtu.be/dZ1HRZ5PD9A 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : TV9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
23
3