AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરકાર ની દમદાર સ્કીમ ! બસ મહિને ₹210 ભરો અને આજીવન ₹5000 મેળવો !
યોજના અને સબસીડીન્યૂઝ18 ગુજરાતી
સરકાર ની દમદાર સ્કીમ ! બસ મહિને ₹210 ભરો અને આજીવન ₹5000 મેળવો !
👉 નાની ઉંમરથી બચત કરવાની આદત ભવિષ્યમાં પડકારો સામે લડવા મદદરૂપ થાય છે. સુખમય ભવિષ્ય માટે દરેક વ્યક્તિએ નાની મોટી બચત કરવી જ જોઈએ. જો તમારી ઉંમર પણ 18 વર્ષની હોય અને અત્યાર સુધીમાં બચત માટે કોઈ પ્લાન ઘડ્યો ન હોય, તો આજે અમે તમને એક એવી સરકારી સ્કીમ અંગે જણાવીશું જેમાં નાની રકમનું રોકાણ કરી 60 વર્ષની ઉંમર બાદ આખી જિંદગી 5000 રૂપિયા અથવા વર્ષે રૂ. 60,000નો લાભ મળશે. 👉 જે લોકોની આવક ઓછી હોય તેઓ માટે મોદી સરકાર દ્વારા અટલ પેન્શન યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના ખૂબ લોકપ્રિય છે. જેમાં નિશ્ચિત આવકની ગેરંટી મળે છે. 18 વર્ષની ઉંમર થયા બાદ કોઈપણ નાગરિક યોજનામાં જોડાઈ શકે છે. આ માટે તમારે ખાતું ખોલાવવું પડશે. જેમાં માસિક, ત્રિમાસિક અથવા છ માસિક રોકાણની સુવિધા અપાશે. યોજનામાં વર્ષે વધુમાં વધુ રૂ. 60 હજાર અથવા મહિને રૂ. 5 હજારના પેન્શનની ગેરંટી મળશે 👉 જો તમે 18 વર્ષની ઉંમરે જ અટલ પેન્શન સ્કીમનો લાભ લઇ વર્ષે રૂ. 60000 અથવા મહિને રૂ. 5 000નું પેન્શન મેળવવા માંગતા હોય, તો એકાઉન્ટ શરૂ કર્યાની સાથે જ દર મહિને રૂ. 210 જમા કરાવવા પડશે. આખા વર્ષના રૂપિયા 2520 થશે. દર મહિને રૂપિયા 210નું રોકાણ તમારે 60 વર્ષ સુધી કરવું પડશે 60 વર્ષ બાદ તમારા ખાતામાં દર મહિને રૂ 5000 જમા થશે. નાની ઉંમરમાં જોડાવાનો ફાયદો મોટો 👉 જો તમે 18 વર્ષની વયે ત્રિમાસિક યોજનામાં જોડાવ છો તો તમારું કુલ રોકાણ રૂ.1.05 લાખ થશે. આવી જ રીતે જો તમે 35 વર્ષની ઉંમરે જોડાવ તો ત્રિમાસિક પ્લાન માટે તમારે ત્રણ મહિનામાં રૂ. 2688 જમા કરાવવા પડશે. 25 વર્ષમાં તમારું રોકાણ કુલ રૂ. 2.68 લાખનું થશે. એકંદરે તમારે રૂ. 1.63 લાખ વધુ જમા કરાવવા પડશે. ફાયદો શું છે? 👉 આ યોજનામાં તમારું કુલ રોકાણ રૂ. 1.05 લાખ થઈ જશે. પરંતુ આખી જિંદગી દર મહિને ખાતામાં રૂ. 5 હજાર આવશે. અન્ય લાભ - રાષ્ટ્રીય પેન્શન યોજનાના માધ્યમથી પેન્શન નિયામક અને વિકાસ પ્રાધિકરણ દ્વારા યોજના ચાલુ છે. - આવકવેરાના અધિનિયમ હેઠળ ટેક્સ છૂટનો લાભ પણ મળે છે. - એક વ્યક્તિના નામે એક જ એકાઉન્ટ ખુલશે. - અનેક બેંકમાં એકાઉન્ટ ખોલવાની સુવિધા છે. 👉 શરૂઆતના પાંચ વર્ષ માટે સરકાર પણ પોતાના તરફથી કેટલીક રકમ ભરે છે. જે 1000 2000 3000 4000 અથવા 5000ની 50% રકમ કરતાં વધુ નથી હોતી. જો 60 વર્ષ પહેલા કે પછી ગ્રાહકનું મોત થઈ જાય તો પેન્શનની રકમ તેની પત્નીને મળે છે. જો ગ્રાહક અને પત્ની એમ બંનેનું મોત થઈ જાય તો સરકાર નોમિનીને પેંશન આપે છે. પ્લાન કયા કયા છે? 1. ત્રિમાસિક પ્લાન 👉 આ પ્લાન હેઠળ તમારે દર ત્રણ મહિને રૂ. 626 જમા કરાવવા પડશે. 42 વર્ષ સુધી આ રોકાણ કરવું પડશે. કુલ રોકાણ રૂ. 1.05 લાખ થશે જેની સામે 60 વર્ષ બાદ તમને આજીવન રૂ. 5000 મળશે. 2. છ માસિક 👉 આ પ્લાન હેઠળ દર છ મહિને રૂ. 1239નું રોકાણ કરવાનું રહેશે. 42 વર્ષ સુધી આ રોકાણ કરવું પડશે. આ દરમિયાન તમારું કુલ રોકાણ રૂ. 1.04 લાખ થશે. જેની સામે 60 વર્ષ બાદ તમને આજીવન રૂ. 5000 મળશે. 👉 અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ: ન્યૂઝ18. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
4
અન્ય લેખો