યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
સરકાર ચલાવી રહી છે આ 20 યોજનાઓ!
🌱 દેશમાં ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કર્યો છે.
🌱 દેશમાં ખેડૂત પરિવારની સરેરાશ આવક કેટલી છે?
નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણના 70મા રાઉન્ડમાં, કૃષિ વર્ષ જુલાઈ 2012 થી જૂન 2013 દરમિયાન, એક ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક રૂ. 6,426 હતી, એટલે કે એક ખેડૂત પરિવાર વાર્ષિક રૂ. 77,112 કમાતો હતો. જ્યારે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ દ્વારા કરવામાં આવેલા સર્વેના 77મા રાઉન્ડમાં ખેડૂત પરિવારની વાર્ષિક આવક 45,504 રૂપિયા વધીને 1,22,616 રૂપિયા થઈ છે.
🌱 સરકાર ખેડૂતોની આવક વધારવા માટે આ યોજનાઓ ચલાવી રહી છે
▶ પીએમ-કિસાન યોજના
▶ પ્રધાનમંત્રી પાક વીમા યોજના
▶ કૃષિ ક્ષેત્ર માટે સંસ્થાકીય ધિરાણ
▶ દેશમાં જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવું
▶ બુંદ દીઠ વધુ પાક
▶ સૂક્ષ્મ સિંચાઈ ભંડોળ
▶ ખેડૂત ઉત્પાદક સંગઠનો ને પ્રોત્સાહન આપવું
▶ રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશન
▶ કૃષિ યાંત્રિકીકરણ યોજના
▶ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ
▶ રાષ્ટ્રીય કૃષિ બજાર
▶ રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશન- ઓઈલ પામ
▶ કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ
▶ કૃષિ પેદાશોના લોજિસ્ટિક્સમાં સુધારો
▶ કિસાન રેલની શરૂઆત
▶ બાગાયતના સંકલિત વિકાસ માટેનું મિશન
▶ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ
▶ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રમાં સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમનું નિર્માણ
▶ કૃષિ અને સંલગ્ન કૃષિ કોમોડિટીની નિકાસમાં સફળતા
▶ નમો ડ્રોન દીદી યોજના
🌱 કૃષિ વિકાસ દરમાં વધારો
સરકારના આ પ્રયાસોથી કૃષિ અને સંલગ્ન ક્ષેત્રના ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ)માં વધારો થયો છે, જેણે છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ વાર્ષિક 4 ટકા વૃદ્ધિ દર નોંધાવ્યો છે. આ યોજનાઓના અમલીકરણથી ખેડૂતોની આવક વધારવામાં ઉત્તમ પરિણામો પ્રાપ્ત થયા છે.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!