AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી પાકની ઉપજનો અંદાજ કરશે!
કૃષિ વાર્તાદૈનિક ભાસ્કર
સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી પાકની ઉપજનો અંદાજ કરશે!
આંકડા સામે આવ્યા પછી, તે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં અમલીકરણ કરવામાં આવશે.
નવી દિલ્હી: પાક વીમા યોજના હેઠળ, કૃષિ મંત્રાલય ખેડૂતોની અરજીનો ઝડપી નિકાલ માટે નવી તકનીકનો ઉપયોગ કરશે. આ તકનીક (એઆઈ) નો ઉપયોગ ગ્રામ પંચાયત સ્તરે પાક ઉપજના અંદાજ માટે કરવામાં આવશે. સરકારનું આ પગલું ઉપજની સચોટ અને ઝડપી અંદાજ મેળવવા મદદ કરશે.આ ખરીફ પાકની મોસમમાં યોજવામાં કરવામાં આવશે, જેનું પરિણામ ૨૦૨૦ માં રજુ થશે. ઉપજના અંદાજ માટે વપરાતા તકનીકી સાધનોમાં ઉચ્ચ ગુણવત્તાવાળા,રીમોટ સેન્સિંગ ડેટા,માનવ રહિત વિમાન જેવા મશીન શામેલ છે. હવે મંત્રાલય તેને ડાંગર, સોયાબીન, કપાસ, બાજરી, મકાઈ, મગફળી અને ગવાર પાક માટે અમલમાં મૂકશે. અધિકારીએ જણાવ્યું હતું કે, આંકડા સામે આવ્યા પછી પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં અમલીકરણ કરવામાં આવશે. હાલમાં, પ્રધાનમંત્રી પાક વીમા યોજના કુદરતી આપત્તિમાં ખેડૂતોને થયેલ નુકશાનનું આંકલન માટે "CCE" નો ઉપયોગ કરાય છે,જેમાં વધુ સમય લાગે છે અને અરજી નિકાલમાં વિલંબ થાય છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ પ્રક્રિયાને ઝડપી બનાવશે. પાયલોટ પ્રોજેક્ટ મહાનબોઇઝ નેશનલ ક્રોપ ફોરકાસ્ટ સેન્ટર (એમએનસીએફસી) હેઠળ યોજવામાં આવશે, જે દેશમાં ખેતી ક્ષેત્રના આશરે 80% વિસ્તાર માટે જિલ્લા સ્તરે ઉપજ અંદાજનો અભ્યાસ કરે છે. સંદર્ભ: દૈનિક ભાસ્કર ૨૦ મે ૨૦૧૯ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
32
0