બિઝનેસ ફંડાએગ્રોસ્ટાર
સરકાર આપે છે 10 લાખ સુધીની લોન, જાણો કોને મળશે !
📢 દેશના યુવાનોને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી મુદ્રા યોજના ચલાવી રહી છે અને તે અંતર્ગત 10 લાખ સુધીની લોન આપવામાં આવી રહી છે તે પણ નજીવા વ્યાજદરે. જો તમે સમયસર લોન ચુકવતા રહેશો તો લોનનો વ્યાજ દર પણ માફ થઈ જાય છે.
ત્રણ કેટેગરીમાં મળે છે લોન :
📢 પીએમ મુદ્રા યોજના હેઠળ મળેલી લોનને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે.
📢 આ ત્રણ કેટેગરી શિશુ લોન, કિશોર લોન અને તરુણ લોન છે.
1️⃣ શિશુ લોન હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.
2️⃣ કિશોર લોન હેઠળ ₹50,000 થી 5 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
3️⃣ તરુણ લોન હેઠળ 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે.
લોન માટે અરજી કરવી સરળ
📢 અરજી કરવા માટે કોઈ ગેરેંટરની જરૂર નથી અને ન તો તેના માટે કોઈ ચાર્જ લેવામાં આવે છે. જો કે, લોનના વ્યાજ દરો દરેક બેંકમાં બદલાઈ શકે છે. તે બેંકો પર નિર્ભર છે.આ યોજના હેઠળ વ્યાજ દર વાર્ષિક 9 થી 12 ટકા છે.
ક્યાં કરવી અરજી :
📢 મુદ્રા લોન લેવા માટે તમારે તમારી નજીકની બેંકમાં જવું પડશે. ઘણી બેંકોએ આ યોજના હેઠળ અરજી કરવા માટે ઓનલાઈન સુવિધા પણ પૂરી પાડી છે. તમે https://www.mudra.org.in/ પર જઈને વધુ માહિતી મેળવી શકો છો.
સંદર્ભ : એગ્રોસ્ટાર.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.