યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
સરકાર આપી રહી છે સહાય,જાણો અરજી કરવાની છેલ્લી તારીખ !!
📢ખેડૂતોની આવક બમણી થાય તે માટે ગુજરાત સરકાર વિવિધ યોજનાઓ ચલાવે છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને અનેક ખેડૂતોએ તેમની આવકમાં વધારો કર્યો છે. રાજ્ય સરકારના બાગાયતી વિભાગ અંતર્ગત વિવિધ યોજનાઓમાં કોમ્પ્રીહેન્સીવ હોર્ટિકલચર ડેવલપમેન્ટ કાર્યક્રમ હેઠળ ઉપલબ્ધ સહાયનો લાભ લઇ ખેડૂતો મળખાકીય સુવિધાઓ થકી ઉત્તમ ઉત્પાદન મેળવી શકે છે. આ યોજનાનો લાભ લેવા i-khedut પોર્ટલ ઉપર ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી નોંધણી ચાલુ રહેશે.
👉કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ :
આ યોજનાનો લાભ ખેડૂતો, ખેતીલાયક જમીન ધારણ કરેલા રજિસ્ટર્ડ ટ્રસ્ટ, એફપીઓ, એફપીસી, સહકારી મંડળીના સભાસદો દ્વારા ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તારમાં બહુવર્ષાયુ ફળઝાડનું વાવતેર કર્યું હોય તે લઈ શકે છે.આ ઉપરાતં પિયતના સાધનો, બાગાયતી યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મીકંપોસ્ટ યુનિટ, GAP CERTIFICATION, પ્લાસ્ટીક આવરણ ઘટકોમાં અરજી કરી હોય તે પણ લઈ શકે છે.
આ યોજના હેઠળ ખેડૂતોને રૂપિયા ૨ લાખ કે તેથી વધુ સહાય મળવા પાત્ર છે.
👉વધુ માહિતી માટે કોનો સંપર્ક કરો :
જે ખેડૂતો બાગાયત ખાતાની સહાય યોજનાનો લાભ લેવા માંગતા હોય અને કોઈ વધુ માહિતી મેળવવા જોઈતી હોય તે http://ikhedut.gujarat.gov.in પર મુલાકાત લઈ શકે છે.
👉બાગાયત ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા કયા પૂરાવાની પડશે જરૂર :
૭-૧૨નો ઉતારો, ૮-અની નકલ, આધાર કાર્ડ, બેંક પાસબુક, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, બાગાયત સબસિડી યોજનાની અરજી કર્યા બાદ પ્રિંટ સાત દિવસમાં બાગાયત અધિકારીને જમા કરાવવાની રહે છે.
👉ખેડૂતો શું તમે આ જાણો છો :
રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો આધુનિક ખેતી અપનાવે અને વધુ નફાકારક બને તે માટે વર્ષ ૨૦૧૫માં ગુજરાત સરકાર દ્વારા પ્રથમ સેન્ટર ઓફ એક્સલેન્સની શરૂઆત કરાઈ હતી. હાલ રાજ્યમાં કુલ ૯ સેન્ટર ઓફ એક્સલેન્સ કાર્યરત છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.