AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરકાર આપી રહી છે ખેડૂતોને પેન્શન! વાર્ષિક 660 રૂપિયા જમા કરાવ્યા પછી, દર વર્ષે મળશે 36 હજાર રૂપિયા પેન્શન, આ રીતે કરો અરજી !
કૃષિ વાર્તાન્યૂઝ18
સરકાર આપી રહી છે ખેડૂતોને પેન્શન! વાર્ષિક 660 રૂપિયા જમા કરાવ્યા પછી, દર વર્ષે મળશે 36 હજાર રૂપિયા પેન્શન, આ રીતે કરો અરજી !
નવી દિલ્હી: મોદી સરકાર દેશના 20 લાખ 41 હજાર ખેડુતોને વાર્ષિક 36 હજાર રૂપિયા પેન્શન આપશે. દેશની પહેલી ખેડૂત પેન્શન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં આટલા અન્નદાતાઓ ને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. તેમાંય 6 લાખ 38 હજારથી વધુ મહિલાઓ પણ શામેલ છે. આ યોજના તે ખેડુતો માટે ઉપયોગી છે જેઓ ફક્ત ખેતી પર આધાર રાખે છે. ખાસ કરીને ગરીબ ખેડુતો માટે, જેમની પાસે આજીવિકા માટે કોઈ અન્ય સાધન નથી. આ યોજના હેઠળ હરિયાણાના સવા ચાર લાખ ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. બિહાર બીજા નંબરે છે, જ્યાં ત્રણ લાખ અન્નદાતા તેમના વૃદ્ધાવસ્થાને સુરક્ષિત રાખવા ઈચ્છે છે. ઝારખંડ અને યુપીમાં લગભગ અઢી-અઢી લાખ લોકો નોંધાયેલા છે. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં લાભ લેવા માં 26 થી 35 વર્ષની વચ્ચેના મોટાભાગના ખેડૂતોએ રસ દાખવ્યો છે. કેટલા પૈસા ખર્ચવા પડશે ખેડૂત પેન્શન યોજના 18 થી 40 વર્ષની વયના નાના અને સીમાંત ખેડૂતો માટે છે. અહીં માત્ર પાંચ એકર અથવા 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન હોવી જોઈએ. તેઓએ તેમની વયના આધારે ઓછામાં ઓછી 20 વર્ષ અને મહત્તમ 40 વર્ષ માટે આ યોજના હેઠળ રૂ. 55 થી 200 રૂપિયાનું માસિક યોગદાન આપવું પડશે. જો તમે 18 વર્ષની ઉંમરે જોડાઓ છો, તો માસિક ફાળો રૂ. 55 અથવા વાર્ષિક 660 રૂપિયા હશે. જો તમે 40 વર્ષની ઉંમરે જોડાઓ છો, તો તમારે દર મહિને 200 રૂપિયા અથવા વાર્ષિક 2400 રૂપિયા ફાળો આપવો પડશે. કેવી રીતે થશે રજીસ્ટ્રેશન - પીએમ કિસાન પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે, ખેડૂતોએ કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) ની મુલાકાત લઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. - રજીસ્ટ્રેશન માટે આધારકાર્ડ, જમીન ની નકલ, 2 ફોટો અને બેંક પાસબુકની જરૂર પડશે. - રજીસ્ટ્રેશન માટે કોઈ પણ ફી ચૂકવવાની રહેશે નહીં. ખેડૂતનું પેન્શન યુનિક નંબર અને પેન્શન કાર્ડ બનાવવામાં આવશે. પેન્શન માટે શરતો લાગુ - રાષ્ટ્રીય પેન્શન યોજના, કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઈસી) યોજના અને કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફઓ) સાથે સંકળાયેલા લોકો તેના પાત્ર રહેશે નહીં. - ખેડૂતને 60 વર્ષની વય પૂર્ણ કર્યા પછી જ પેન્શન તરીકે દર મહિને 3000 રૂપિયા મળશે. પોલિસી ધારક ખેડૂતના મૃત્યુ પછી, તેની પત્નીને 50 ટકા રકમ મળવાનું ચાલુ રહેશે. - જો કોઈ ખેડૂત આ યોજનાને વચમાં છોડી દેવા માંગે છે, તો તેના પૈસા ડૂબશે નહીં. તે યોજના છોડે ત્યાં સુધી જે પૈસા જમા કર્યા હશે તેના પર બેંકોના બચત ખાતાની સમાન વ્યાજ મળશે. સંદર્ભ : ન્યૂઝ 18, 3 જુલાઈ 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
69
1