AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરકારે શેરડીના ભાવમાં કર્યો આટલો વધારો !
કૃષિ વાર્તાTV 9 ગુજરાતી
સરકારે શેરડીના ભાવમાં કર્યો આટલો વધારો !
💰 પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં શેરડીની FRP પ્રતિ ક્વિન્ટલ 5 રૂપિયા વધારવાની મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં, ખાદ્ય મંત્રાલયે આ અંગે કેબિનેટ નોંધ બહાર પાડી હતી. તમને જણાવી દઈએ કે ગત સીઝનમાં કેન્દ્ર સરકારે FRP પ્રતિ ક્વિન્ટલ 10 રૂપિયા વધારીને 285 રૂપિયા કરી હતી. FRP વધાવાથી ખેડૂતોને કેટલો ફાયદો થશે તે જાણીએ. શેરડીની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોનું કહેવું છે કે હાલમાં શેરડીમાં ખેતી ખર્ચ વધ્યો છે. એટલા માટે સરકારે ભાવમાં 25-30 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરવો જોઈએ. 💰 FRP કેટલી થઈ ? FRP પ્રતિ ક્વિન્ટલ 5 રૂપિયા વધીને 290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે FRP માં 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો હતો. પીયૂષ ગોયલે કહ્યું કે ખાંડની એફઆરપી 290 પ્રતિ ક્વિન્ટલ છે – જે 10 ટકા રિકવરી પર આધારિત હશે. 70 લાખ ટન ખાંડની નિકાસ થશે. જેમાંથી 55 લાખ ટન થઈ ગયું છે. હાલમાં, 7.5 ટકાથી 8 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવી રહ્યું છે. આગામી કેટલાક વર્ષોમાં સંમિશ્રણ 20 ટકા થઈ જશે. નિર્ણય બાદ ભારત એક માત્ર એવો દેશ બનશે જ્યાં શેરડીના ખેડૂતોને ખાંડના ભાવના લગભગ 90-91% મળશે. વિશ્વના દેશોમાં શેરડીના ખેડૂતોને ખાંડના 70 થી 75% ભાવ મળે છે. સરકારની નીતિઓને કારણે શેરડીના ખેડૂતોને તેમના ઉત્પાદનના સારા ભાવ મળશે. શેરડીની FRP કિંમત પ્રતિ ક્વિન્ટલ 290 રૂપિયા હોવાથી ખેડૂતોને ખર્ચનું 87% વળતર મળશે. પીયૂષ ગોયલે કહ્યું કે ખાંડ વર્ષ 2020-21માં શેરડીની ખેતી કરતા ખેડૂતોને 91,000 કરોડ ચૂકવવા પડ્યા હતા, જેમાંથી 86,000 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ બતાવે છે કે કેન્દ્ર સરકારની યોજનાઓને કારણે શેરડીના ખેડૂતોને તેમની ચુકવણીની રાહ જોવી પડતી નથી. કેન્દ્ર સરકારે ખેડૂતો અને ગ્રાહકના હિતનું ધ્યાન રાખ્યું છે, જેથી ખેડૂતોને શેરડી માટે સમયસર ચૂકવણી કરવામાં આવે અને ગ્રાહકને મોંઘી ખાંડ ખરીદવી ન પડે. 💰 FRP શું છે ? FRP એ લઘુતમ ભાવ છે, જેના પર ખાંડ મિલોએ ખેડૂતો પાસેથી શેરડી ખરીદવી પડે છે. (CACP) દર વર્ષે FRP ની ભલામણ કરે છે. સીએસીપી શેરડી સહિતના મુખ્ય કૃષિ ઉત્પાદનોના ભાવ અંગે સરકારને તેની ભલામણો મોકલે છે. તેના પર વિચાર કર્યા બાદ સરકાર તેનો અમલ કરે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : TV 9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
12
5