કૃષિ વાર્તાકૃષિ જાગરણ
સરકારે બનાવી એપ: ખેડુતોને ભાડેથી મળશે ટ્રેક્ટર
નવી દિલ્હી: કૃષિ મંત્રાલયે ખેડુતો માટે ભાડેથી ટ્રેક્ટર સુવિધા આપવાની યોજના બનાવી છે. મશીનોના અભાવને કારણે ખેતીમાં પડી રહેલી સમસ્યાઓ અને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કૃષિ મંત્રાલયે 'CHC Farm Machinery' નામની એક એપ તૈયાર કરી છે. આ એપ દ્વારા ખેડૂત ખેતી સાથે સંકળાયેલ મશીનો જેવા કે ટ્રેક્ટર વગેરે ભાડે થી મંગાવી શકે છે.
કૃષિ મંત્રાલયની આ એપ્લિકેશન 12 વિવિધ ભાષાઓની સુવિધાઓ સાથે "સીએચસી ફાર્મ મશીનરી" ના નામથી ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન દ્વારા ટ્રેક્ટર તમારા લોકેશન પર અથવા સરનામા પર પહોંચી જશે. એપમાં તમારે નામ, સરનામું અને મોબાઇલ નંબર સહિતની અન્ય મહત્વપૂર્ણ માહિતી શેર કરવી પડશે. આપને જણાવી આપીએ કે, આ માટે સરકારે અત્યાર સુધીમાં 34 હજારથી વધુ કસ્ટમ હાયરિંગ સેન્ટરો બનાવ્યા છે. આ કેન્દ્રોથી ખેડુતોને મદદ કરવાની યોજના છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ઓછી જમીનવાળા ખેડુતો પાસે પોતાનું ટ્રેક્ટર ખરીદવા માટે પૂરતા પૈસા ન હોય, જેના કારણે તેના ખેતરમાં વાવણી કરવામાં મોડુ થાય છે. એવું માનવામાં આવે છે કે આ એપ્લિકેશનથી નાના ખેડૂતોને મોટો ફાયદો થશે. સંદર્ભ - કૃષિ જાગરણ, 12 સપ્ટેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
1849
1
અન્ય લેખો