AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરકારે પાક વીમા યોજનામાં કર્યા મોટા ફેરફાર, જાણો !
કૃષિ વાર્તાVTV ન્યૂઝ
સરકારે પાક વીમા યોજનામાં કર્યા મોટા ફેરફાર, જાણો !
✨ પીએમ પાક વીમા યોજનાને ખેડૂત ફ્રેન્ડલી બનાવવા માટે તેમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. જેથી તે ખેડૂતોને એવી પરિસ્થિતિઓમાં પણ ક્લેમ મળે જેમના પાકને નુકસાન થયું છે. ✨ કેન્દ્રીય કૃષિ મંત્રીના અનુસાર શરૂઆતથી અત્યાર સુધી આ યોજના હેઠળ 29.16 કરોડથી વધુ ખેડૂતોનો વીમો કરવામાં આવ્યો છે. દર વર્ષે લગભગ 5.5 કરોડ ખેડૂતોને આવેદન આપવામાં આવી રહ્યા છે. ગયા પાંચ વર્ષમાં 8.3 કરોડથી વધુ ખેડૂતોને લાભ મળે છે. આ ઉપરાંત 20,000 કરોડ રૂપિયાના ખેડૂતોની ભાગીદારીની અવેજમાં 95,000 કરોડ રૂપિયાના દાવાની ચુકવણી કરવામાં આવી છે. માટે તેમાં વધુમાં વધુ ખેડૂતો સામેલ થાય અને જોખમ મુક્ત ખેતીનો લાભ ઉઠાવી શકે. ✨ સ્વૈચ્છિક થઈ સ્કીમ : આ યોજનાને ખેડૂતો માટે સ્વૈચ્છિક બનાવી દેવામાં આવી છે. અત્યાર સુધી વીમા કંપનીઓએ ખેડૂતોના બેન્ક એકાઉન્ટથી પ્રીમિયમના પૈસા કાપી લેતા હતા જેમની પાસે ખેડુત ક્રેડિટ કાર્ડ હતુ. પહેલાથી જ સરકારી દેવાના બોજે દબાયેલા ખેડૂતને ખબર જ ન હતી રહેતી કે તેના પાકનો વીમો થઈ ચુક્યો છે. માટે ખેડૂત સંગઠનોની માંગ પર સરકારે આ નિયમને ખરીફ પાકની સીઝન 2020થી બંધ કરી દીધો છે. ✨ દેવાદાર ખેડૂત જો આ યોજનામાં શામેલ ન થવા માંગે તો અરજી તારીખથી 7 દિવસ પહેલા સંબંધિત બેન્ક શાખામાં ઓપ્ટ-આઉટ ફોર્મ અથવા સ્વ-ઘોષણા પત્ર રજૂ કરીને તેમાંથી બહાર નિકળી શકે છે. ત્યાર બાદ તેમના એકાઉન્ટથી પાક વીમાનું પ્રીમિયમ નહીં કપાય. 31 જુલાઈ આ યોજનામાં શામેલ થવાની અંતિમ તારીખ છે. માટે આ કામ 24 જુલાઈ સુધી કરવાનું રહેશે. ✨ ત્રણ વર્ષ માટે વીમાનું કામ આપવામાં આવશે: પાક વીમો કરનાર કંપનીઓ એક વર્ષની જગ્યા પર ઓછામાં ઓછું ત્રણ વર્ષ માટે ટેન્ડર ભરશે. એટલે હવે ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે વીમાનું કામ આપવામાં આવશે જેમાં ખેડૂતો પ્રતિ તેમની પ્રતિબદ્ધતા અને જવાબદારી પુરી થશે. ✨ પાક નુકસાનની જાણકારી પાક વીમા એપ, કૃષક કલ્યાણ કેન્દ્ર, સીએસસી કેન્દ્ર અથવા નજીકના કૃષિ અધિકારીઓના માધ્યમથી 72 કલાકની અંદર આપવામાં આવી શકે છે. ✨ ફરિયાદ નિવારણ કમિટીનું ગઠન: અમુક રાજ્યોએ યોજનાને સરળતાથી ચલાવવા માટે જિલ્લા સ્તર પર પરિયોજના અધિકારી અને સર્વેયરની પણ નિયુક્ત કરવામાં આવી છે. જે ફક્ત પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનું જ કામ જોશે. સ્કીમ સાથે જોડાયેલી ખેડૂતોની ફરીયાદને પહોંચી વળવા માટે રાજ્ય અને જિલ્લા સ્તર પર ફરિયાદ નિવારણ સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું છે. ✨ જો તમે પહેલાની પાક વીમામાં ફેરફાર કરવા માંગો છો તો તે પણ સંભવ છે. ખેડૂતોને છેલ્લી તારીખથી ઓછામાં ઓછા બે દિવસ એટલે 29 જુલાઈ સુધી પાક ફેરફાર માટે બેન્કમાં જાણ કરવાની રહેશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યુઝ આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
2
અન્ય લેખો