યોજના અને સબસીડીવ્યાપાર સમાચાર
સરકારે ગામડાઓ માટે શરૂ કરી ‘5 સ્ટાર સ્કીમ’ !
ટપાલ વિભાગે દેશમાં ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રમુખ પોસ્ટ યોજનાઓને દેશના તમામ હિસ્સામાં પહોંચાડવા માટે ફાઇવ સ્ટાર વિલેજ સ્કીમના નામથી એક યોજના શરૂ કરી છે. આ સ્કીમ ખાસ કરીને દૂર દૂરને અંતરિયાળ ગામોમાં જન જાગૃતિ તથા પોસ્ટ ઓફિસની સ્કીમો અને સેવાઓ પહોંચાડવાનું કામ કરશે. ફાઇવ સ્ટાર વિલેજ સ્કીમ હેઠળ તમામ પોસ્ટ પ્રોડક્ટ અને સેવાઓને ગ્રામ્યસ્તરે ઉપલબ્ધ કરાવાશે. આ બ્રાન્ચ ઓફિસો તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે વન સ્ટોપ શોપના રૂપમાં કામ કરશે. 5 સ્ટાર યોજના હેઠળ આ પ્રકારની સ્કીમ સામેલ છે 1. બચત બેંક ખાતા. એનએસસી/કેવીપી પ્રમાણપત્ર 2. સુકન્યા સમૃદ્ધ ખાતા, PPF ખાતા 3. પોસ્ટ ઓફિસ બચત યોજના, ભારતીય પોસ્ટ બેંક ખાતા 4. પોસ્ટલ લાઇફ ઇન્સ્યુરન્સ પોલીસી, ગ્રામીણ ડાક જીવન વીમા 5. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના/પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હવે જો કોઈ ગામ આ યાદીમાંથી ચાર યોજનાઓ માટે સાર્વભોમિક કવરેજ પ્રાપ્ત કરે છે તો તેને ફોર સ્ટાર દરજ્જો મળી જશે. કોઈ ત્રણ કવરેજ પ્રાપ્ત કરે તો તેને થ્રી સ્ટાર દરજ્જો મળશે. આ યોજનાનો શુભારંભ કરતા કેન્દ્રના સંચાર પ્રધાન સંજય ધોત્રેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં પ્રારંભિક તબક્કા પર આ યોજનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અહીંના અનુભવના આધારે દેશના બાકીના પ્રાંતમાં તે અમલી બનશે.
સંદર્ભ : વ્યાપાર સમાચાર . માહિતી ને લાઈક કરી આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ના હિત માં અવશ્ય શેર કરો.
57
6
અન્ય લેખો