AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરકારે કર્યો વધુ પાણી છોડવાનો નિર્ણય
સમાચારએગ્રોસ્ટાર
સરકારે કર્યો વધુ પાણી છોડવાનો નિર્ણય
💧ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ગુજરાત સરકારે રવિ પાકના વાવેતર પહેલા પાણી છોડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિંચાઈ અને પીવાનું પાણી છોડવામાં આવશે. 15 માર્ચ 2024 સુધી પાણીની જરૂરીયાતની અગ્રતા ધ્યાનમાં લઈને પાણી છોડવામાં આવશે. 💧માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત અને સૌરાષ્ટ્રમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવશે. પીવા માટે 4 હજાર 565 MCFT અને સિંચાઈ માટે 26 હજાર 136 MCFT મળીને કુલ 30 હજાર 801 MCFT પાણી છોડવામાં આવશે. જેના પગલે ખેડૂતોના રવિ પાકને ઘણો જ ફાયદો પહોંચશે. ગુજરાત સરકારના આ નિર્ણયના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
16
1
અન્ય લેખો