AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરકારે આ વર્ષે ખેડૂતો પાસેથી MSP પર ઘઉંની રેકોર્ડ બ્રેક ખરીદી કરી, ખેડૂતો થયા માલામાલ !
કૃષિ વાર્તાTV9 ગુજરાતી
સરકારે આ વર્ષે ખેડૂતો પાસેથી MSP પર ઘઉંની રેકોર્ડ બ્રેક ખરીદી કરી, ખેડૂતો થયા માલામાલ !
આ વર્ષે સરકારે ટેકાના ભાવ પર ઘઉંની ખરીદી કરી તેનો રેકોર્ડ બનશે. ચાલુ વર્ષે રવી સીઝન 2020-21 કરતા પણ વધારે રકમની ચૂકવણી ખેડૂતોને કરવામાં આવી છે. ગયા વર્ષે ઘઉંની સરકારી ખરીદીના બદલામાં સરકારે ખેડૂતોને રૂ. 75059.60 કરોડ ચૂકવ્યા હતા. જ્યારે આ વર્ષે 21 મે સુધી 75,514.61 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઘણા રાજ્યોમાં, ખરીદ પ્રક્રિયા 15 જૂન સુધી ચાલુ રહેશે. ગયા વર્ષે પણ ઘઉંની MSP પર સૌથી વધુ નાણાં ચૂકવવાનો રેકોર્ડ હતો. સરકારે પહેલેથી જ કહ્યું હતું કે એમ.એસ.પી.નો (MSP) અંત આવશે નહીં, તેના પર ખરીદી વધારીને તે પણ સાબિત થયું છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર આ વર્ષે 21 મે સુધી 382.35 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી થઈ છે. ગયા વર્ષના કુલ ખરીદી કરતા માત્ર 7 લાખ મેટ્રિક ટન પાછળ છે. જે આગામી સમયમાં વધી જશે. મતલબ કે આ વખતે ખરીદીનો નવો રેકોર્ડ બનાવવામાં આવશે. ગત વર્ષના સમાન સમયગાળાની તુલનામાં આ વખતે અત્યાર સુધીમાં ઘઉંની ખરીદી 17 ટકા વધુ થઈ છે. કેટલા ખેડુતોને લાભ થયો રવી સીઝન 2020-21 દરમિયાન, 43,35,972 ખેડુતોને ઘઉંની એમ.એસ.પી.નો લાભ મળ્યો હતો. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 39.55 લાખ ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી છે. આરએમએસ 2019-20માં 35,57,080 ખેડુતોને લાભ મળ્યો હતો. કૃષિ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે લાભાર્થી ખેડૂતોની સંખ્યા 45 લાખ સુધી જઈ શકે છે. આ તરફ દિલ્હીમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યુ છે, જેમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો પણ જોડાયા છે. આમ છતા સરકારના મોટાભાગના ઘઉંની MSP પર ખરીદી પંજાબમાં થઈ છે. અહીં ખરીદ પ્રક્રિયા અન્ય રાજ્યોની તુલનામાં 10 દિવસના વિલંબથી શરૂ થઈ હતી. ઘઉંની MSP પર ખરીદીના મામલે હરિયાણા દેશમાં બીજા ક્રમે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
15
7
અન્ય લેખો