AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરકારી સંસ્થા બનાવશે સૌથી સસ્તા ઇલેક્ટ્રિક ટ્રેક્ટર
કૃષિ વાર્તાદૈનિક ભાસ્કર
સરકારી સંસ્થા બનાવશે સૌથી સસ્તા ઇલેક્ટ્રિક ટ્રેક્ટર
નવી દિલ્હી કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ -સેન્ટ્રલ મીકેનીકલ એન્જિનિરીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક ટ્રેકટર બનાવશે. તેની કિંમત એક લાખ રૂપિયાથી થોડી વધુ હશે અને તે ભારતીય બજારમાં સૌથી સસ્તું ટ્રેક્ટર હશે. સરકાર દ્વારા સંચાલિત રિસર્ચ અને ડેવલોપમેન્ટ વિભાગ આગામી એક વર્ષમાં પશ્ચિમ બંગાળમાં સ્થિત દુર્ગાપુર સુવિધામાં આ ટ્રેક્ટર પહેલીવાર ચલાવીને જોશે. સંસ્થાના ડિરેક્ટર હરીશ હિરાણીના જણાવ્યા અનુસાર, સંસ્થા 10 હોર્સપાવરની ક્ષમતાવાળા બેટરીથી ચાલતા નાના ટ્રેક્ટર બનાવવા તરફ કામ કરી રહી છે. આ ટ્રેક્ટરમાં લિથિયમ બેટરી હશે. એકવાર સંપૂર્ણ ચાર્જ થઈ ગયા પછી ટ્રેક્ટર એક કલાક ચાલશે. સંસ્થા ખૂબ ઓછા વજનવાળા ટ્રેક્ટર બનાવવાનો પ્રયાસ કરી રહી છે, જે ઓછી જમીનવાળા ખેડુતો માટે અનુકૂળ છે.સંસ્થાના જણાવ્યા અનુસાર આ ટ્રેક્ટરની કિંમત એકમ દીઠ 1 લાખ રૂપિયા આવશે, પરંતુ તે થોડી વધારે કિંમતે વેચવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ટ્રેકટર ચાર્જ કરવા માટે, સંસ્થા ખેતરોમાં સૌર-સંચાલિત ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવાનું પણ વિચારી રહી છે, જેથી ખેડુતો રોકાયા વિના ખેતરોમાં કામ કરી શકે. સંદર્ભ - દૈનિક ભાસ્કર, 22 ઓગસ્ટ 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
173
0
અન્ય લેખો