નઈ ખેતી, નયા કિસાનVTV ગુજરાતી
સરકારનો સાથ મહિને હજારો રૂપિયાની કમાણી, જાણો સમગ્ર માહિતી !
આજે અમે જે બિઝનેસ વિશે જણાવીશું તેને શરૂ કરવામાં સરકાર 50% મદદ કરશે. આ ખાસ બિઝનેસ મોતીની ખેતીનો છે. સીપ અને મોતીના બિઝનેસ પર લોકોની રુચિ વધી રહી છે અને ઘણા લોકો તેમાંથી સારી કમાણી પણ કરી રહ્યાં છે. બિઝનેસ કરવા માટે 3 વસ્તુ જરૂરી હોય છે. એક તળાવ, સિપ અને ટ્રેનિંગ. 👉 તેમાં સૌથી જરૂરી તળાવ હોય છે. જેને તમે પોતે જ ખોદાવી શકો છો, તે સિવાય સરકાર તેના માટે સબ્સિડી પણ આપે છે. 👉 બીજી વસ્તુ હોય છે સિપ, જે ભારતના ઘણા રાજ્યોમાં મળે છે. 👉 આની ટ્રેનિંગ માટે દેશમાં ઘણી સંસ્થાઓ છે. ટ્રેનિંગ માટે કૃષિ યુનિ. કે KVK માં પણ સંપર્ક કરી શકો છો. કેવી રીતે કરશો મોતીની ખેતી? 👉 મોતીની ખેતી કરવા માટે સીપીઓને એક જાળમાં બાંધીને 10 થી 15 દિવસ માટે તળાવમાં નાંખી દેવા, બાદમાં એક વાતાવરણ ક્રિએટ કરો. જે બાદ સીપને બહાર કાઢીને તેની સર્જરી કરવામાં આવે છે. એક સાંચામાં તેને નાંખવામાં આવે છે જે આગળ જઇને મોતી બને છે. અંદાજિત ખર્ચ : 👉 એક સીપને તૈયાર કરવામાં 25 થી 35 રૂપિયાનો ખર્ચ આવે છે. એક સીપમાંથી 2 મોતી નીકળે છે અને એક મોતીની કિંમત બજારમાં 120 થી 200 રૂપિયા છે. સારી ક્વોલિટી હોય તો 200 રૂપિયા કરતા વધારેમાં પણ વેચાય છે. જેને પ્રધાનમંત્રી મતસ્ય સંપદા યોજનામાંથી મદદ મળે છે. 👉 મોતીની ખેતી માટે તમે એક એકર તળાવમાં 25000 સીપ નાંખી શકો છો. તેમાં 8 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે જેમાં કેટલીક સીપ ખરાબ પણ થઇ જાય તો પણ 30 લાખ રૂપિયા વાર્ષિક કમાણી થાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
7
અન્ય લેખો