AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરકારનું ખેડૂતો માટે મોટું એલાન, હવે APMC માટે 1 લાખ કરોડ નું ફંડ !
કૃષિ વાર્તાGSTV
સરકારનું ખેડૂતો માટે મોટું એલાન, હવે APMC માટે 1 લાખ કરોડ નું ફંડ !
👉 વડાપ્રધાન ના નેતૃત્વમાં નવી કેન્દ્રીય કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. કૃષિ અને હેલ્થ સેક્ટર સંબંધિત નિર્ણયો લેવાયા હતા. કેન્દ્ર સરકાર એપીએમસી મારફત રૂ. ૧ લાખ કરોડ ખેડૂતો સુધી પહોંચાડશે જ્યારે તેમજ કોરોના સામે લડવા અને સ્વાસ્થ્ય ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે સરકારે રૂ. ૨૩,૧૨૩ કરોડના ઈમર્જન્સી પેકેજની જાહેરાત કરી હતી. 👉 કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે દેશમાં કૃષિ મંડીઓ ખતમ નહીં થાય, પરંતુ તેને વધુ મજબૂત કરાશે. એપીએમસી હવે ૧ લાખ કરોડ રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો ઉપયોગ કરી શકશે. 1 લાખ કરોડ ઇન્ફ્રાસ્ટ્રક્સચર ફંડ 👉 બજેટમાં કહેવાયું હતું કે, મંડીઓ બંધ નહીં થાય, પરંતુ તેને વધુ મજબૂત કરાશે. મંડીઓને વધુ સંશાધન મળે તે માટે પ્રયાસ કરાશે. કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને આત્મનિર્ભર ભારત હેઠળ ૧ લાખ કરોડ રૂપિયા અપાયા છે. આ ફંડનો ઉપયોગ એપીએમસી કરી શકશે. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ એક કરતાં વધુ પ્રોજેક્ટ કરશે તો દરેક પ્રોજેક્ટ પર અલગ અલગ બે કરોડ રૂપિયા સુધી વ્યાજ પર છૂટ અને ગેરેન્ટી મળશે. જોકે, આ પ્રોજેક્ટ અલગ અલગ સ્થળ પર હોવા જોઈએ અને તેની મહત્તમ મર્યાદા ૨૫ હશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
19
5
અન્ય લેખો