યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
સરકારની મોટી જાહેરાત, હવે યોજના ચાલશે 2024 સુધી !
🏡 સરકારે પીએમ આવાસને લઈને એક મોટી જાહેરાત કરી નાંખી છે. સરકારની આ જાહેરાત બાદ તમને બધાને મોટો ફાયદો મળશે. પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણને 2024 સુધી ચાલું રાખવાની મંજૂરી મળી ગઈ છે. આવો જાણીએ લેટેસ્ટ અપડેટ વિશે.
🏡 ઉલ્લેખનીય છે કે સરકારે પીએમ આવાસ યોજના- ગ્રાણીણ હેઠળ 2.95 કરોડ પાક્કા મકાલ એલોર્ટ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. અત્યાર સુધી લગભગ 2 કરોડ પાક્કા આવાસ બનાવીને આપી પણ દેવામાં આવ્યા છે.
🏡 સરકાર આ યોજનાને ચાલું મોટા રાજ્યોને પણ 90 ટકા અને 10 ટકાના આધાર પર પેમેન્ટ કરે છે, જ્યારે બાકી કેન્દ્ર અને રાજ્યોને 60 ટકા અને 40 ટકા પેમેન્ટ થાય છે. અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સરકાર 100 ટકા પૈસા ખર્ચ કરે છે.
શૌચાલય બનાવવા માટે પણ મળે છે પૈસા :
🏡 સરકાર સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા આપે છે, જે ભવન નિર્માણ સિવાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ દરેક પરિવારને પાક્કુ મકાન, પાણી, વિજળી અને શૌચાલય ઉપલબ્ધ કરાવવાનો સરકારનો સંકલ્પ પુરો થઈ રહ્યો છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.