AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરકારના આ એક નિર્ણયથી થશે ખેડૂતને મોટો ફાયદો !
કૃષિ વાર્તાVTV ગુજરાતી
સરકારના આ એક નિર્ણયથી થશે ખેડૂતને મોટો ફાયદો !
કેન્દ્રીય રસાયણ તથા ખાતર મંત્રાલયએ નૈનો યૂરિયા ટેક્નોલોજી ટ્રાન્સફર માટે કર્યા એમઓયૂ 👉 સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય રસાયણ તથા ખાતર મંત્રાલયએ નૈનો યૂરિયા ટેક્નોલોજી ટ્રાન્સફર માટે એક એમઓયૂ ઈફકો અને નેશનલ ફર્ટિલાઈઝર્સ લિમિટેડ અને બીજુ એમઓયૂ ઈફકો અને રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ લિમિટેડની વચ્ચે કર્યા છે. આ નિર્ણય બાદ હવે દેશમાં નૈનો યૂરિયાનું ઉત્પાદન અને વધારો કરવામાં આવશે. 👉 આ પ્રસંગે કેન્દ્રીય રસાયણ તથા ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે 15 ઓગસ્ટ 2019ના લાલ કિલ્લાની પ્રાચીરથી ખેડૂતોને એ અપીલ કરી હતી કે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરે. નૈનો યુરિયા આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલુ છે. પ્રધાનમંત્રીની પ્રેરણાથી વિકસિત આ ઉત્પાદ ક્રાંતિકારી સાબિત થશે. 👉 એમઓયૂ સાઈન કરવાથી શુ થશે? કોઈ પણ Gamechanger Technology માટે મોટો પડકાર એ હોય છે કે તેને મોટા પાયો સામાન્ય લોકો અપનાવે, નૈનો યૂરિયાની સાથે એ પણ પડકાર છે. નૈનો યૂરિયા એક Revolutionary Product તો છે પરંતુ દેશમાં સામાન્ય ખેડૂતો આને જેટલી ઝડપથી અપનાવશે તેટલી પોઝિટિવ અસર ઝડપથી મળશે. અને કૃષિ ક્ષેત્રમાં સંપૂર્ણ આત્મનિર્ભરતાથી આગળ વધી શકાશે. 👉 ધીરે ધીરે આ રીતે થશે ફાયદો ભારત જેવા કૃષિ પ્રધાન દેશ માટે આ જરુરી છે કે નૈનો યુરિયાનું ઉત્પાદન હજું વધશે. ફર્ટીલાઇઝર ના વિસ્તારમાં કામ કરી રહેલી બીજી સરકારી કંપનીઓ પણ આ કામમાં લાગશે. આ એમઓયુથી આવનારા દિવસોમાં યૂરિયા પ્રોડક્સન વધશે. આની સાથે પ્રચાર - પ્રસારમાં ત્રણ સંગઠન લાગશે. આનાથી ખેડૂતોની વચ્ચે ઓછામાં ઓછા સમયમાં નૈનો યુરિયાની લોકપ્રિયતા વધારવામાં મદદ મળશે અને ઝડપથી ખેડૂતોને નવા ઉત્પાદનને અપનાવશે. ઉલ્લેખનીય છે કે ગત ઈફકોએ નૈનો યૂરિયાને વિકસિત કરવાનું કામ કર્યુ છે. જૂનમાં ઈફકોએ આના વાણિજ્ય ઉત્પાદન શરુ કર્યુ. આમ કરનારો ભારત દુનિયાનો પહેલો દેશ બન્યો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020 સંદર્ભ : VTV ગુજરાતી 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
16
0
અન્ય લેખો