AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સમાચાર: પીએમ મોદીએ 20 લાખ કરોડના પેકેજની કરી જાહેરાત
કૃષિ વાર્તાNDTV इंडिया
સમાચાર: પીએમ મોદીએ 20 લાખ કરોડના પેકેજની કરી જાહેરાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ ફરી એકવાર રાષ્ટ્રને સંબોધન કર્યુ હતું. આ વખતે વડા પ્રધાન મોદીના સંબોધન પર દેશની જનતાની ખાસ નજર કેન્દ્રિત હતી કે કોરોના સામે લડવા માટે દેશમાં લોકડાઉન અંગે પીએમ મોદી દ્વારા લોકડાઉન અંગે આગળ ની શું યોજના છે જેના પર સૌની નજર હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની મુખ્ય વાતો: • વડાપ્રધાને વિશેષ આર્થિક પેકેજની ઘોષણા કરી છે જે આત્મનિર્ભર અભિયાનમાં મહત્વપૂર્ણ તરીકે કાર્ય કરશે. આરબીઆઈ પેકેજ અને આ જોડવામાં આવે તો તેની કિંમત 20 લાખ કરોડ રૂપિયા છે. • આ આર્થિક પેકેજ આપણા કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, નાના પાયે ઉદ્યોગ, એમએસએમઇ માટે છે, જે કરોડો લોકોની આજીવિકાનું સાધન છે, જે આત્મનિર્ભર ભારત માટેના આપણા સંકલ્પનો મજબૂત પાયો છે. • આર્થિક પેકેજ દેશના તે મજૂર માટે પણ છે, દેશના તે ખેડૂત માટે છે જે દરેક પરિસ્થિતિમાં, પ્રત્યેક સીઝનમાં દેશવાસીઓ માટે રાત-દિવસ કામ કરે છે. આ આર્થિક પેકેજ આપણા દેશના મધ્યમ વર્ગ માટે છે, જે પ્રામાણિકપણે કર ચૂકવે છે, દેશના વિકાસમાં ફાળો આપે છે. • હવે તે સુધારણાનો અવકાશ વિસ્તૃત કરવો પડશે, નવી ઉંચાઇ આપવી પડશે. આ સુધારા ખેતીને લગતી સંપૂર્ણ સપ્લાય ચેઇનમાં હશે, જેથી ખેડૂતને પણ સશક્તિકરણ મળે અને ભવિષ્યમાં કોરોના જેવા અન્ય કોઈ સંકટમાં કૃષિ પર ઓછામાં ઓછી અસર પડે. સંદર્ભ: એનડીટીવી 13 મે 2020 આપેલ કૃષિ સમાચાર ને લાઇક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
524
0
અન્ય લેખો